શેરબજારમાં સળંગ તેજીને બ્રેક: બેંક-મેટલ શેરો ગગડયા: સેન્સેકસ 400 પોઈન્ટ તૂટયો

11 May 2021 05:17 PM
Business Top News
  • શેરબજારમાં સળંગ તેજીને બ્રેક: બેંક-મેટલ શેરો ગગડયા: સેન્સેકસ 400 પોઈન્ટ તૂટયો

જાહેર ક્ષેત્રની કંપનીઓ તથા રોકડાના શેરોમાં સતત તેજી

રાજકોટ તા.11
મુંબઈ શેરબજારમાં સળંગ ચાર દિવસની તેજીને આજે બ્રેક લાગી હતી. હેવીવેઈટ શેરોમાં આક્રમણકારી વેચવાલીથી મંદીનું મોજુ હતું. સેન્સેકસ 360 પોઈન્ટ તૂટયો હતો. રોકડાના શેરોમાં જોકે ચમક હતી. શેરબજારમાં આજે માનસ નબળુ પડયુ હતું. વિશ્ર્વબજારનાં નકારાત્મક સંકેતોનો પ્રત્યાઘાત હતો.કોરોના સંક્રમણ ધીમુ પડવા છતાં અર્થતંત્ર પર અસર ધારણા કરતા વધુ હોવાની આશંકાનો પ્રત્યાઘાત હતો.નાણા સંસ્થાઓની વેચવાલીનો ખચકાટ હતો.કોરોનાની પ્રવર્તમાન લહેરથી લોકડાઉન જેવી સ્થિતિથી બેંકોને મોટો ફટકો પડવાના ભયથી બેંક શેરોમાં આક્રમક વેચવાલી હતી. શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ઈન્વેસ્ટર વર્ગ ઘણા દિવસોથી સાવધ છે. પરંતુ તેજી ગ્રુપની પકકડથી માર્કેટ ઉંચકાતુ હતું. આજે હેવીવેઈટ શેરો નબળા પડવા છતાં રોકડાનાં શેરોમાં ધૂમ લેવાલીથી ઉછાળો હતો.


શેરબજારમાં આજે મેટલ તથા બેંક શેરો વેચવાલીનું નિશાન બન્યા હતા. કોટક બેંક, હિન્દાલકો, જેએસડબલ્યુ સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, એકસીસ બેંક, બજાજ ફીનસર્વીસ, બજાજ ફાઈનાન્સ, સેઈલ ઉપરાંત એચડીએફસી, હિન્દ લીવર, ઈન્ફોસીસ, લાર્સન, મારૂતી, ટીસીએસ વગેરે નરમ હતા. કોલ ઈન્ડીયા, ઈન્ડીયન ઓઈલ, એનટીપીસી, પાવરગ્રીડ, નેસલે સ્ટેટ બેંક, ટીસ્કો, ભેલ, ટાટા મોટર્સમાં સુધારો હતો. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 361 પોઈન્ટના ઘટાડાથી 49140 હતો તે ઉંચામાં 49304 તથા નીચામાં 48988 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 91 પોઈન્ટના ઘટાડાથી 14851 હતો તે ઉંચામાં 14900 તથા નીચામાં 14771 હતો.


Related News

Loading...
Advertisement