હોસ્પીટલોમાં ફાયર એનઓસી મામલે સરકારનો ઉધડો લેતી હાઈકોર્ટ : તમે કોઈ કાર્યવાહી નથી કરતા

11 May 2021 05:24 PM
Ahmedabad Gujarat
  • હોસ્પીટલોમાં ફાયર એનઓસી મામલે સરકારનો ઉધડો લેતી હાઈકોર્ટ : તમે કોઈ કાર્યવાહી નથી કરતા

સરકારની નિષ્ક્રીયતાથી લોકોમાં આક્રોશ છે: હાઈકોર્ટ : એકશન લેવા માટે રિપોર્ટનો સ્ટડી કરવો પડે: સરકારી વકીલનો બચાવ

અમદાવાદ તા.11
ગુજરાત હાઈકોર્ટે આજે તાજેતરમાં ભરુચ હોસ્પીટલમાં લાગેલી આગ અને ફાયર સેફટી ઉપરાંત કેટલીક હોસ્પીટલોમાં ફાયર એનઓસી ન હોવા અને એનઓસી માટે કાર્યવાહી ન હોવા અંગે ટકોર કરતા કહ્યું હતું કે આ ગંભીર બાબત છે, રાજય સરકારે આ બાબતે પગલાં લેવા જોઈએ.

ધારાશાસ્ત્રી અમીત પંચાલે જણાવ્યું હતું કે સરકારે તેમની એફીડેવીટમાં સ્વીકાર્યુ છે કે કેટલીક હોસ્પીટલોમાં ફાયર એનઓસી નથી અને હજુ પણ એનઓસી માટેની કોઈ કાર્યવાહી થતી નથી. જેના સંદર્ભમાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ ગંભીર બાબત છે અને રાજય સરકારે આ બાબતે પગલા લેવા જોઈએ. આ સંદર્ભમાં સરકારી વકીલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તપાસ પંચના રિપોર્ટની એક-બે વાર ચર્ચા થાય અને તેના પર એકશન લેવા માટે સરકાર તેને જાહેર ન કરે.

કારણ કે તેને સ્ટડી કરવો પડે. હોસ્પીટલમાં જયારે કોવીડ ડેઝીગ્નેટેડ ડીકલેર કરી ત્યારે એનઓસી હોવાની વાત સામે આવી છે. પરંતુ બે બીલ્ડીંગ છે એટલે એક બિલ્ડીંગની એનઓસી ન હોય. સરકારી વકીલની આ દલીલના સંદર્ભમાં હાઈકોર્ટે પ્રશ્ન પૂછયો હતો કે ત્યાં કોણે તપાસ કરી તેનો રીપોર્ટ લાવો. તમે કોઈ કાર્યવાહી નથી કરતા લોકોમાં આક્રોશ છે. તમે અગાઉ પણ આવું કર્યું છે, તમે એકશન નથી લેતા, રાજય સરકાર ચૂપ કેમ રહે છે? આ તકે એડવોકેટ અમીત પંચાલે સવાલ કર્યો હતો

કે ભરૂચ હોસ્પીટલની એનઓસીની તપાસ તંત્રે કેમ ન કરી? 18 લોકોના આગ લાગવાના કારણે મોત થયા છે. જેમાં કોની બેદરકારી છે તે માટે પંચ તપાસ કરી રહ્યું છે. હોસ્પીટલમાં ફાયર એનઓસી નથી. નોડલ ઓફીસર બનાવ્યા છે. આ મામલે રાજય સરકારે તપાસપંચ બનાવ્યા છે, તેઓ રિપોર્ટ લોકો સમક્ષ રાખતા નથી. તેઓ લોકો સમક્ષ સાચી માહિતી કેમ નથી આપતા. રિપોર્ટ સિક્રેટ કેમ રાખે છે. અમદાવાદની શ્રેય હોસ્પીટલની તપાસમાં પણ આવું બન્યું છે.


Related News

Loading...
Advertisement