30મે સુધી રાશનકાર્ડ-દાખલા કાઢવાની કામગીરી બંધ; જનસેવા કેન્દ્ર પણ ચાલુ નહી થાય

11 May 2021 05:25 PM
Rajkot Saurashtra
  • 30મે સુધી રાશનકાર્ડ-દાખલા કાઢવાની
કામગીરી બંધ; જનસેવા કેન્દ્ર પણ ચાલુ નહી થાય

કોરોના સંક્રમણ કાબુમાં આવતું જાય છે ત્યારે ફરી વકરે નહી તે માટે જીલ્લા કલેકટર તંત્ર દ્વારા નિર્ણય

રાજકોટ તા.11
રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે કાબુમાં આવતું જાય છે પરંતુ રાજય સરકારની આંશિક લોકડાઉનની અમલવારી હાલમાં ચાલુ હોય લોકો વધુ પ્રમાણમાં એકઠા ન થાય તે માટે થઈને રાશનકાર્ડમાં સુધારા વધારા અને જુદા જુદા દાખલાઓ કાઢવા માટેની કાર્યવાહી તમામ ઝોનલ કચેરીઓ અને જીલ્લા કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં 30 મે સુધી ચાલુ કરવામાં આવશે નહી તેવું વહીવટીતંત્રના સૂત્રોમાંથી જણાવાયુ છે.


રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે કાબુમાં આવતું જાય છે. આજની તારીખે શહેર અને જીલ્લામાં 1860થી વધારે બેડ ઉપલબ્ધ થયા છે. રાજય સરકારે આંશિક લોકડાઉનની અમલવારી ચાલુ રાખી છે. સાથોસાથ પ્રતિબંધાત્મક હુકમો પણ અમલી છે. લોકો વધુ પ્રમાણમાં એકત્રીત ન થાય અને સરકારી ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે થઈને રાજકોટ શહેરની ચાર ઝોનલ કચેરી કે જેમાં રાશનકાર્ડની કામગીરી કરવામાં આવી રહી છે. સાથોસાથ જીલ્લા કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારના દાખલાઓ કાઢી આપવામાં આવે છે તે તમામ કામગીરી કોરોના સંક્રમણ વકરે નહી તેની તકેદારી ભાગરૂપે 30 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 30 મે બાદ સમગ્ર પરીસ્થિતિની સમીક્ષા કરી રાજય સરકારની જે ગાઈડલાઈન આવે તેના આધારે રાશનકાર્ડ તેમજ વિવિધ પ્રકારના દાખલાઓ કાઢવાની કામગીરી ચાલુ કરવી કે કેમ તેનો નિર્ણય પાછળથી કરવામાં આવશે તેવું અંતમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement