સાવધાન, રસીકરણ રજિસ્ટ્રેશનના બોગસ મેસેજ આપના ફોનનો ડેટા હેક કરી શકે છે

11 May 2021 05:39 PM
India
  • સાવધાન, રસીકરણ રજિસ્ટ્રેશનના બોગસ મેસેજ આપના ફોનનો ડેટા હેક કરી શકે છે

રજિસ્ટ્રેશન માટે સરકારી પોર્ટલ કોવિનનો જ ઉપયોગ કરો

નવી દિલ્હી તા. 11 : હાલ 18 થી 44 વર્ષના લોકોને રસીકરણ કરાવવા માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરાયું છે પરંતુ ઠગ લોકો અહીં પણ ઘુસી ગયા છે. જેઓ રસીકરણના રજીસ્ટ્રેશન માટે બોગસ મેસેજ યુઝર્સના ફોનમાં મોકલી રહયા છે જેનાથી સાવધાન રહેવુ જરૂરી છે. રસીકરણ માટે રજીસ્ટ્રેશન સરકારી પોર્ટલ કોવિન પર જ કરાવવું જોઇએ. માટે આ સરકારી પોર્ટલ છે-http://cowin.gov.in છે. રસીકરણ માટે બોગસ સંદેશા પર આપવામાં આવેલ લિંકનો ઉપયોગ ન કરો. હાલમાં બોગસ કોવિડ-19 રસી રજીસ્ટ્રેશન એસએમએસ મોકલીને યુઝર્સના એન્ડ્રોઇડ ફોનને નિશાન બનાવવામાં આવી રહયા છે અને યુઝર્સના ડેટા સુધી પહોંચ કરવામાં આવી રહી છે. સંધીય સાઇબર સુરક્ષા એજન્સીએ લોકોને ચેતવ્યા છે કે આવા નુકસાનકારક એસએમએસના જુદા જુદા પ્રકારોનો પતો મળ્યો છે તેનાથી સાવધ રહેવું જોઇએ. જેથી બોગસ નામ, ઇ-મેલ કે મેસેજથી આપનો ડેટા હેક કરીને કબજો ન જમાવી શકે.

આ પાંચ બોગસ લિંકથી સાવધ રહેવું જરૂરી
સીઇઆરટી-ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમએ પાંચ આવી બોગસ લીંક શોધી કાઢી છે. એડવાઝરીમાં કહેવામાં આવ્યું છે કે જે બોગસ છે અને જેના પર કલીક કરવાથી બચી શકાય તે આ Covid19.apk, Vaci_Regis.apk, MyVaccin_v2.apk, Cov-Regis.apk અને Vaccin-Apply.apk નો સમાવેશ થાય છે.


Related News

Loading...
Advertisement