અમીન માર્ગ પર કારખાનેદારને ઘર પાસે બોલાવી સ્કુલનાં મિત્રએ છરી ઝીંકી દીધી

11 May 2021 05:46 PM
Rajkot Crime
  • અમીન માર્ગ પર કારખાનેદારને ઘર પાસે બોલાવી સ્કુલનાં મિત્રએ છરી ઝીંકી દીધી

યુવાને દેકારો કરી મુકતા પરિવારજનોએ છોડાવી લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડયો : પોલીસમાં ફરીયાદ નોંધાઇ

રાજકોટ, તા. 11
અમીન માર્ગ ઉપર કેન્સ જીમ ની પાછળ હૃદયકુંજ મકાનમાં રહેતા ચિંતનભાઈ જીવણભાઈ ફળદુ(પટેલ)(ઉ.વ.30)નામના યુવાને પોલીસ ફરિયાદમાં તેમના સ્કૂલના મિત્ર રવિ પાડોદરા એ મારમારી કરી હોવાની ફરિયાદ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવી છે. ચિંતનભાઈએ જણાવ્યું હતું કે,હું મારા પરિવાર સાથે રહુ છુ અને પડધરી સ્ટીલના પાઈપ ની ફેકટરી ધરાવી વેપાર ધંધો કરૂ છું. ગઈ તા.10/05ના રોજ સાંજના સાતેક વાગ્યાની આસપાસ હુ મારા કારખાનેથી મારા ઘરે આવેલ અને જમીને મારા રૂમમાં બેઠો હતો ત્યારે લગભગ રાત્રી ના સાડા આઠેક વાગ્યાની આસપાસ મારા ભાભી સલોનીબેને જણાવેલ કે તમારા મિત્ર રવિભાઈ પાડોદરા નીચે આવેલ છે અને તમને બોલાવે છે જેથી હું નાઈટ ટ્રેક માં જ મારા મકાનની નીચે ગયેલ ત્યારે ત્યાં નીચે મારો મિત્ર રવિ ઉભો હતો અને મને કાંઈ પણ પૂછયા વગર તેના હાથ માં રહેલ શાક સુધારવાની છરીથી મને મારવા લાગેલ જેમાં મને ડાબા હાથ માં બાવળાના ભાગે પીઠના ભાગે,મોઢાના ભાગે,નાકના ભાગે,માથાના ભાગે મારતા ઓછી વતી ઈજાઓ થયેલ હોઈ જેથી મને લોહી ની કળવા લાગતા અને મે રાડારાડી કરતા અને દેકારો થતા મારા મોટા ભાઈ સંકેતભાઈ,ભાભી સલોનીબેન તેમજ મારા પત્ની દ્વિજાબેન તેમજ મારા માતા નયનાબેન બધા નીચે આવી ગયા હતા. જેથી મને મારા મોટા ભાઈ સંકેતભાઈ એમને આવી મારાથી છોડાવેલ બાદ મારા મમ્મી અને મારા પત્ની બંને મને ઘરની ઉપરના માળે લઈ ગયેલ અને ભાઈ સંકેત આ રવિને છોડાવી સાઈડમા કરતા તે તેનું બાઈક લઈ ત્યાથી જતો રહેલ હોઈ તે જ્યારે જતો હતો ત્યારે બાજુમાં પાડોશમાં રહેતો ભવરાજ જે પણ આ રવિ ને ઓળખતો હોઈ જેથી તેને જોઈ જતા અને હાઈ હેલો કરવા ઉભા રહેવાનું કહેતા તે 2વિ ઉભો રહેલ નહી અને સીધો જતો રહેલ હોઈ તેવુ મને મારા ભાઈ સંકેતે વાત કરતા માલુમ પડેલ હોઈ આમ મને લોહી નીકળતું હોઈ જેથી મારા મોટાભાઈ સંકેતભાઈ તેમજ આ ભવરાજ તેમજ મારા ભાભી મને અમારી ગાડીમાં બેસાડી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ અંગે માલવીયા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement