કોવિડ સારવારમાં ન્યાયધીશોને અગ્રીમતાના મુદે વિવાદ

11 May 2021 05:48 PM
Rajkot Crime
  • કોવિડ સારવારમાં ન્યાયધીશોને અગ્રીમતાના મુદે વિવાદ

બાર અને બેંચ વચ્ચે વકરેલા વિવાદને બાજુ પર મુકીને સમાજનું ઋણ ચૂકવવા દિલીપ પટેલની અપીલ

રાજકોટ તા. 11 :
હાલ ફરજ પર રહેલા અને નિવૃત થયેલા ન્યાયધીશોને કોવીડની સારવારમાં અગ્રીમતા આપવાના પ્રશ્ને જાગેલા વિવાદ વચ્ચે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના ચેરમેન દિલીપ પટેલ દ્વારા વિવાદોને એક બાજુ મુકીને સમાજનું ઋણ ચુકવવા જણાવ્યુ હતુ.

રાજકોટ સીનીયર વકીલો દ્વારા સબ ઓર્ડીનેટ જયુડીશ્યલ ઓફીસ તથા કર્મચારી ન્યાયતંત્રની સેવા કરી નિવૃત થયેલા ન્યાયધીશો કુટુંબને કોવીડની સારવારમાં પ્રાથમીકતા આપવા સરકારે કરેલા નિર્ણયનો વિરોધ કરેલો હતો. અને વકીલોને પણ સુવીધા માટે વાત કરેલી હતી. સરકારના નિર્ણયનો અને વકીલોના હીતનો હતો. આ વિરોધના નિર્ણયમાં એસો. ફોર જજીસ અમદાવાદના લેટર પેડ ઉપર નિવૃત અને ફરજ પરના જજીસની સહીથી વિરોધ વ્યકત દૈનીક પત્રમાં પ્રસિધ્ધ થયેલા હતો અને તેમાં રાજકોટ બારની છાપ છે કે રાજકોટના વકીલો હંમેશા ન્યાયધીશોને દબાવવાનો મોકો છોડતા નથી આવો લેખીત આક્ષેપ કરેલા હતો.

નિવૃત કે ફરજ પરના ન્યાયધીશ આવી રીતે યુનીયન બનાવી શકે. યુનીયન પૈકીના કોઇ જજીસ દ્વારા હાઇકોર્ટમાં રાજકોટના વકીલો દ્વારા જજીસોને દબાવવામાં આવે છે તેવી કોઇ લેખીત ફરીયાદ કરેલી છે. સરકારે વકીલોને સારી સુવીધવાળાી સારવાર મળે તે માટે રજુઆત કરવી તંદબાવાનો મોકો છે. નિર્વત ન્યાયધીશના યુનીયને તેના પત્રમાં રાજકારણી, ધાર્મીક મેળાવડા, આઇપીએસ આઇએએસ અધીકારી, રાજકારીઓ ઉપર આક્ષેપ કરેલા તેના પુરાવાજ કરવા જોઇએ. માત્ર આક્ષેપ કરવા યોગ્ય નથી. જજીસને નિવૃતી બાદ મોટુ પેન્શન મળે છે. અને તેમાંથી સારવાર, રોજીરોટી, બાળકોના અભ્યાસનો ખર્ચ વગેરે કરી શકે જયારે વકીલોને કામ સીવાય કોઇ આવક નથી

પેન્શન નથી પગાર નથી. સવા વર્ષથી કોર્ટો બંધ હોવાથી 8પ000 વકીલો પૈકીના 90 ટકા વકીલો બેકાર થયા છે. તે ધ્યાને લેવુ જરુરી છે. એસો. ફોર જસ્ટીસ નામના યુનીનને 125 નિવૃત જજો સંક્રીમત થયેલા અને 10નું મૃત્યુ થયેલનું જણાવેલુ છે. જયારે ગુજરાતમાં હજારો વકીલ અને પરીવારના સભ્યોનું કોરોના કાળમાં બીમારીમાં મૃત્યુ થયેલ છે. અને આવક ન હોવાથી ઘણા વકીલોએ આત્મહત્યા કરેલી છે. તેમનો પરીવાર નોંધારો બનેલા છે. પોતે નિવૃત હોવા છતા મોભાદાર હોદા સાથે જીવન જીવી રહેલા છે. જયારે વકીલોની નીવૃતી બાદ શું હાલત છે. તે પણ ધ્યાને લેવાની જરુર છે.

મારી દ્રષ્ટીએ આ યુનીયન નિવૃત જજીસનું કાયદેસર નથી યુનિયન રચીને સમાજ અને વકીલો ઉપર દબાવ લાવવા માટેનું હોવાની છાપ ઉભી થાય છે તે સમાજ માટે યોગ્ય અને ગરીમાપુર્વકનું નથી તેવુ માનવુ છે. આ કોવીડ 19 નો કપરો કાળમાં દરેક વ્યકિત પછી વકીલ હોય, અધીકારી હોય, આઇએએસ, આઇપીએસ, રાજકારણી હોય, ન્યાયધીશ નિવૃત ન્યાયધીશ બધાને કોરોના મહામારીના ભોગથી બચવાનુ છે. અનેકને મહામારીમાં ભોગ લેવાઇ ગયો. પક્ષાપક્ષી, આક્ષેપ બાજી દુર કરી દરેક પોતાના હોદાથી થાય તેટલી સામાજીક સેવા કરી સમાજનું ઋણ ઉતારવાનો સમય છે. તેવુ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપ પટેલની યાદીમાં જણાવ્યુ છે.


Related News

Loading...
Advertisement