હવે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ગાઇડ લાઇનના પાલન માટે પોલીસ એકશનમાં

11 May 2021 05:49 PM
Gujarat
  • હવે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ગાઇડ લાઇનના પાલન માટે પોલીસ એકશનમાં

રાજયના પોલીસ વડા દ્વારા તમામ જિલ્લાઓમાં ખાસ સૂચના અપાઇ : ડીજીપી આશિષ ભાટીયાની પત્રકાર પરિષદ : ગ્રામીણ વિસ્તારોના કોવિડ સેન્ટર ઉપર પોલીસ બંદોબસ્ત : 56000 પોલીસ કર્મચારીઓ ઉપરાંત 13000થી વધુ હોમગાર્ડ અને 30,000થી વધુ જીઆરડીસીના જવાનો ફરજ પર : રાજયમાં 426 લગ્ન સમારોહમાં ચેકીંગ : 670ની નિયમ ભંગ બદલ અટકાયત : રેમડેસીવીરના કાળા બજારના 40 કેસ : 110ની ધરપકડ

ગાંધીનગર તા.11
રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિ વચ્ચે સંભવત: ત્રીજી લહેરના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા કરેલા કોવિડ કેર સેન્ટર ખાતે પોલીસ બંદોબસ્ત સહિતની જરૂરી વ્યવસ્થા રાખવા ડી.જી.પી. આશિષ ભાટિયા એ આદેશ કર્યાં છે. ઉલ્લેખનીય છે કે શહેરો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભીડ ન થાય તથા લગ્ન જેવા પ્રસંગોમાં સરકાર ની ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ વોચ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.


રાજ્યમાં શહેરી વિસ્તારોની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોવિડના કેસો વધી રહ્યા હોવાનું તારણ સામે આવ્યું છે. ત્યારે રાજ્યના નાના ગામ ખાતે પણ કોવિડ કેર સેન્ટર ખોલવા આદેશ આપવામાં આવ્યા છે .ત્યારે રાજ્ય પોલીસ વડા આશીષ ભાટિયા દ્વારા તમામ જીલ્લા પોલીસ વડાઓને ગ્રામ્ય કોવિડ કેર સેન્ટર ખાતે ખાસ પોલીસ બંદોબસ્ત મૂકીને ત્યાં યોગ્ય વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે . અને આ વ્યવસ્થા માટે જિલ્લા વિકાસ અધિકારી તથા પીએચસી/ સીઆરસીના સંપર્કમાં રહીને કોવિડ કેર સેન્ટર ખાતે જરૂરી સંખ્યામાં પોલીસ તથા તેની સાથે મદદમાં જી.આર.ડી.ના જવાનો અને ગામના જ યુવાનોને સ્વયંસેવકો તરીકે મદદમાં લેવા આયોજન કરવા સૂચના આપવામાં આવી છે . એટલું જ નહીં ગ્રામ્ય કોવિડ કેર સેન્ટર ખાતે કોઈ પણ જાતની ભીડ ન થાય તે માટે પણ પોલીસ વડા એ રાજ્યની તમામ પોલીસને ખાસ સૂચના આપી છે. ઉપરાંત ગામડામાં અન્ય જાહેર સ્થળો ઉપર લોકો વધુ સંખ્યામાં એકઠા ન થાય અને સોશ્યલ ડીસ્ટન્સ તથા માસ્કના નિયમોનું ચુસ્ત પાલન થાય તે પણ પોલીસ તથા જી.આર.ડી જવાનો દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. જયારે ગામના કોવિડ કેર સેન્ટર ઉપર મૂકવામાં આવેલ પોલીસ બંદોબસ્ત દ્વારા ગામમાં લગ્ન તથા અવસાન જેવા પ્રસંગોમાં પણ નિયત સંખ્યા કરતાં વધુ લોકો ભેગા ન થાય તે માટે પણ વોચ રાખવાના આદેશ આપવામાં આવ્યો છે.


પોલીસ બંદોબસ્ત માં કુલ 56,600 જેટલા પોલીસ અધિકારીઓ / કર્મચારીઓ તૈનાત રહેશે. ઉપરાંત 90 જેટલી એસ.આર.પી. કંપની ના જવાનો 13 હજારથી વધુ હોમગાર્ડ જવાનો અને 30 હજાર જેટલા જી.આર.ડી.ના જવાનો ફરજ ઉપર ગોઠવી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ પોલીસ બંદોબસ્તમાં રોકાયેલા તમામ પોલીસ અધિકારીઓ દ્વારા 36 શહેરોમાં લાગુ થયેલ રાત્રિ કરફ્યુ ઉપરાંત અન્ય પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવેલ છે , તેનો કડક અમલ કરાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો દાવો રાજય પોલીસ વડા એ કર્યો છે . તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં જાહેરનામા ભંગ અંગેના કુલ 2,335 કેસો દાખલ કરવામાં આવ્યા છે .જેમાં કુલ -2,485 લોકોની ધરપકડ કરવામાં આવી છે . ઉપરાંત , માસ્ક ન પહેરવા અંગેના તથા જાહેરમાં થૂકવા અંગે કુલ -10 , 328 લોકો સામે દંડ કરવામાં આવ્યો છે . જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 1.671 વાહનો ડેટિઈન કરવામાં આવ્યા છે , નોંધનીય છે કે રાજ્યમાં યોજાઇ રહેલ લગ્નોમાં નિયત સંખ્યા કરતાં વધુ લોકો ભેગા ન થાય તે માટે પણ પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે . અને આ માટે અનેક સ્થળોએ પોલીસ દ્વારા ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે .ત્યારે લગ્નનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા સ્થાનિક કક્ષાએ મેળવેલ માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં ગઇકાલ સુધી રાજ્યમાં રાખવામાં આવેલ તમામ લગ્ન સમારંભ પૈકી કુલ -426 પ્રસંગોમાં પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ હતું . અને આ પ્રસંગોમાં પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બદલ પ 0 - કેસ તથા અન્ય ગાઈડલાઈનના ભંગ બદલ કુલ 17 - ગુનાઓ નોંધીને કુલ 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે . જોકે અત્યાર સુધીમાં પોલીસ દ્વારા લગ્ન સમારંભોમાં જાહેરનામા ભંગ અંગેના કુલ 511 ગુનાઓ દાખલ કરીને તેમાં કુલ -660 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે .જયારે સોશ્યલ મીડિયા સહિત અન્ય રીતે અફવાઓ તથા ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી ફેલાવનારા લોકો ઉપર પોલીસ દ્વારા પૂરતી વોચ રાખવામાં આવી રહી છે . નોંધનીય છે કે આવા બનાવો અંગે અગાઉ રાજ્યમાં કુલ 8 - ગુનાઓ દાખલ કરવામાં આવ્ય છે અને તેમાં કુલ -5 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી . ઉપરાંત રાજ્યમાં નકલી રેમડેસવીર ઇન્જેક્શન વેચવા અંગેના તથા રેમડેસીવીરની કાળાબજારી અંગેના હાલ સુધીમાં કુલ -40 ગુનાઓ દાખલ થયેલ છે . જેમાં કુલ -110 આરોપીઓ ની ધરપકડ થઇ ચુકી છે . આ ઉપરાંત મેડીકલના સાધનો , દવાઓ અથવા મેડીકલ સેવાઓનો નિયત કરતાં વધુ ભાવ લેવામાં ન આવે અથવા તેની સંગ્રહખોરી કરવામાં ન આવે તે માટે પોલીસ સતત વોચ રાખી રહી હોવાનો દાવો રાજય પોલીસ વડા આશિષ ભાટીયા એ કર્યો છે.


Related News

Loading...
Advertisement