નાનામવામાં સેલેનિયમ ફોર્ચ્યુન બિલ્ડીંગના સાતમા માળેથી નીચે પટકાતા યુવાનનું મોત

11 May 2021 05:51 PM
Rajkot Crime
  • નાનામવામાં સેલેનિયમ ફોર્ચ્યુન બિલ્ડીંગના સાતમા માળેથી નીચે પટકાતા યુવાનનું મોત

મવડીમાં રહેતો યુવાન એસી ફીટ કરવા ગયો’તો: પગ લપસતા નીચે પટકાયો : પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા.11
મવડીમાં આવેલા સાગર એપાર્ટમેન્ટમાં રહેતા અને એસી રિપેરિંગનું કામ કરતા મૂળ ઉપલેટાના સમઢીયાળાના નિલેષ વિઠ્ઠલભાઇ બાબરિયા નામનો યુવાન અંબિકા ટાઉનશિપની બાજુમાં આવેલા સેલેનિયમ ફોચ્ર્યુન નામના બિલ્ડિંગના સાતમા માળે બપોરના સમયે એસી ફિટિંગનું કામ કરતો હતો.ત્યારે નિલેષભાઇએ સાતમા માળના ફ્લેટની ગેલેરીમાંથી એ.સી કાઢી લીધા બાદ અચાનક પગ લપસી જતા તે સાતમા માળેથી નીચે પટકાયો હતો. નીચે પટકાતા નિલેષભાઇને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી. જેથી તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.નિલેશભાઈને સંતાનમાં એક દીકરી અને પોતે ચાર બહેનના એકના એક ભાઈ હોવાનું જણાયું છે.આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ રમેશભાઈ ચૌહાણ સહિતના સ્ટાફે કાગળો કર્યા હતા.યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.


Related News

Loading...
Advertisement