વેપાર ધંધા ચાલુ કરવા દો : ધર્મેન્દ્ર રોડ-ગુંદાવાડી સહિતની માર્કેટમાં વેપારીઓ ઉમટયા

11 May 2021 06:05 PM
Rajkot
  • વેપાર ધંધા ચાલુ કરવા દો : ધર્મેન્દ્ર રોડ-ગુંદાવાડી સહિતની માર્કેટમાં વેપારીઓ ઉમટયા

કોરોનાને કાબુમાં લેવા રાજય સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રી કફર્યુ અને મીની લોકડાઉન જાહેર કર્યુ છે. આવતીકાલે આ મીની લોકડાઉનની અવધી પુર્ણ થાય છે. છેલ્લા 1પ દિવસથી મીની લોકડાઉન જાહેર કરવાથી વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે. વેપારીઓ ધંધા બંધ રહેવાથી હાલ ત્રાસી ગયા છે અને આવતીકાલથી વેપાર ધંધા શરુ કરવા માંગ કરી રહયા છે. આજ રોજ ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડીના વેપારીએ બજારમાં એકત્ર થઇ વિરોધ નોંધાવ્યો હતો અને ફરી વેપાર-ધંધા શરુ કરવા માંગ કરી હતી. એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ દુકાનો બંધ હોવાથી ધંધા ઠપ્પ થઇ ગયા છે. વેપારીઓ માટે આ સ્થિતિથી કંટાળી આજ રોજ દુકાનો ફરી શરુ કરવા મંજુરી માંગી હતી. રાજકોટમાં કોરોના કેસમાં આંશીક ઘટાડો જોવા મળી રહયો છે. ત્યારે ગઇકાલે જ દાણાપીઠ એસોસીએશને આગામી શનીવાર સુધી અડધા દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. પરંતુ અન્ય વેપારી એસોસીએશન આગામી દિવસોમાં લોકડાઉનના તરફેણમાં નથી જોવા મળી રહયા. માત્ર ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડીના વેપારીઓ નહીં પરંતુ અન્ય બજારોના વેપારી સંગઠનો વેપાર-ધંધા શરુ કરવાની મંજુરી માટે રજુઆત કરી રહયા છે. આ માંગણી અંતર્ગત ગુંદાવાડી અને ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ આજ રોજ એકત્ર થઇ વિરોધ નોંધાવ્યો હતો.તસ્વીર : દેવેન અમરેલીયા

Related News

Loading...
Advertisement