વિદેશની સરકાર જ નહીં લોકો પણ ભારતની મદદ કરવા માટે તલપાપડ

11 May 2021 06:07 PM
India
  • વિદેશની સરકાર જ નહીં લોકો પણ ભારતની મદદ કરવા માટે તલપાપડ

અમેરિકા હોય કે જાપાન હોય કે પછી ઈઝરાયલના લોકો હોય ભારતને કોરોના સામે મજબૂત બનાવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે: ભારત સુધી ઝડપથી સામાન પહોંચે તે માટે સરકારો પણ તાત્કાલિક આપી રહી છે ક્લિયરન્સ

નવીદિલ્હી, તા.11
કોવિડ-19ની બીજી લહેર સામે લડી રહેલા ભારતને મદદ આપવા માટે માત્ર વિદેશી સરકારો જ આગળ નથી આવી રહી પરંતુ વ્યક્તિગત રીતે પણ ભારતને મદદ કરવા માટે લોકોમાં હોડ જામી ગઈ છે પછી તે અમેરિકાના ખાડી દેશોમાં રહેતાં ભારતીય હોય કે પચી જાપાન, ઈઝરાયલના સ્થાનિક નાગરિક હોય પોતાના દેશને મદદ કરવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે. વિદેશ મંત્રાલયને ત્યાં સુધી માહિતી મળી છે કે અનેક યુરોપિયન દેશોમાં સ્થાનિક એનજીઓની કોશિશથી મોટાપાયે સારવાર સામગ્રી એકત્ર કરવામાં આવી રહી છે જે ધીમે-ધીમે ભારત પહોંચી રહી છે. વિદેશી નાગરિક પોતાના પૈસાથી ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ ખરીદ કરીને ભારત મોકલી રહ્યા છે.


ભારતને મદદ આપવાની ઝુંબેશ ઘણું મોટું સ્વરૂપ લઈ રહી છે. એક દેશ બીજા દેશને મદદ કરી રહ્યા છે જેથી તે ભારત સુધી સામાન સરળતાથી પહોંચાડી શકે. ઉદાહરણ તરીકે ફ્રાન્સ સરકારે ખાડી સ્થિત પોતાના દેશની એક ગેસ નિર્માતાકંપનીને બે ક્રાયોજેનિક ટેન્કર ભારત પહોંચાડવાની ઈચ્છા વ્યક્ત કરી તો કતરે તેને તાત્કાલિક મંજૂરી આપી દીધી હતી. આ ટેન્કર ભારતીય નૌસેના દ્વારા મુંબઈ પહોંચાડી દેવાયા હતા. ફ્રાન્સના રાજદૂત એમાન્યુએલ લેનેને કહ્યું કે આ રીતે વધુ ટેન્કર ઝડપથી ભારત મોકલાશે.


નવીદિલ્હી સ્થિત ઈઝરાયલના દૂતાવાસ દ્વારા કહેવાયું છે કે તેમની સરકારે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે જેથી ભારતને ઝડપથી મદદ કરી શકાય. ઈઝરાયલની અનેક ખાનગી કંપનીઓ, એનજીઓ અને ત્યાંની સામાન્ય જનતા ભારતને મદદ આપવામાટે આગળ આવી છે. ઈઝરાયલ દ્વારા કરાયેલી મદદનું ત્રીજું જહાજ ભારત પહોંચી ગયું છે જેમાં 60 ટકા ચિકિત્સા સામગ્રી, ત્રણ ઑક્સિજન જનરેટર્સ, 1710 ઑક્સિજન ક્ધસન્ટેટર્સ અને 420 વેન્ટીલેટર્સ છે. ઈઝરાયલે કહ્યું છે કે તેના તરફથી વધુ મદદ ચાલું જ રહેશે.


Related News

Loading...
Advertisement