કોઠારીયા રોડ પરથી યુવાનના હાથમાંથી મોબાઇલ ઝુંટવી ફરાર થનાર શખ્સ ઝડપાયો

11 May 2021 06:24 PM
Rajkot Crime
  • કોઠારીયા રોડ પરથી યુવાનના હાથમાંથી મોબાઇલ ઝુંટવી ફરાર થનાર શખ્સ ઝડપાયો

રીક્ષા ચાલક સલીમ ત્રાપા પોતાની રીક્ષામાં બેસી મોબાઇલમાં મેસેજ વાંચી રહયો હતો ત્યારે નંબર પ્લેટ વગરની એકિટવામાં આવેલો શખ્સ ફોન આંચકી ભાગી છુટયો’તો: આરોપી શાહુલ શેખ પાસેથી એક એકિટવા અને પાંચ મોબાઇલ ફોન મળી રૂ.1.1પ લાખનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ તા. 11 : ગત તા. 8 ના રોજ શહેરના કોઠારીયા રોડ પરથી મોબાઇલ ફોનની ચીલઝડપ થયેલી જેમાં આરોપીને પોલીસે દબોચી લઇ પાંચ મોબાઇલ અને એક એકિટવા મળી રૂ.1.1પ લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.મળતી માહિતી મુજબ પોપટપરામાં રહેતા રીક્ષા ચાલક સલીમ નુરમામદભાઇ ત્રાપા (ઉ.વ. ર9) કોઠારીયા મેઇન રોડ પર પોતાાની રીક્ષામાં બેઠા હતા ત્યારે તેમના હાથમાંથી મોબાઇલ ઝુંટવી નંબર પ્લેટ વગરની એકિટવા પર આવેલો અજાણ્યો શખ્સ ભાગી છુટયો હતો જેથી તેઓએ ભકિતનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે આઇપીસી કલમ 379 (એ) (3) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ આર.જે. કામળીયાએ હાથ ધરી હતી. તે દરમિયાન બાતમીના આધારે શાહુલ ઉર્ફે શાહલો ઇસ્માઇલભાઇ શેખ (ઉ.વ. ર4 રહે. નવાગામ મામાવાડી) ને ઢેબર કોલોની ઝુપડપટ્ટી પાસેથી દબોચી લીધો હતો. આરોપીની આગવી ઢબે પુછપરછ કરતા તેની પાસેથી પાંચ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આ તમામ મોબાઇલ ચીલ ઝડપથી ચોરી કર્યાનું કબુલ્યુ હતુ. ગુનામાં ઉપયોગ લેતુ એકિટવા પણ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


ચોરેલા મોબાઇલ વેચવા ગયોને ઝડપાયો
આરોપી શાહુલ શેખ અગાઉ ચોરીના ચાર ગુનામાં ઝડપાઇ ચુકયો છે. એક વખત પાસામાં પણ જઇ આવ્યો છે. તેણે કબુલ્યુ હતું કે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં કામકાજ કરતા પરપ્રાંતિય મજુરોને ટાર્ગેટ કરી એકલ-દોકલ ચાલીને જતા ફોનમાં વાત કરતા લોકોના હાથમાંથી મોબાઇલ ઝુંટવી એકટીવા પર ફરાર થઇ જતો છેલ્લા 1પ દિવસમાં તેમણે પટેલનગર અને સોરઠીયા વાડીના આસપાસના વિસ્તારોમાં કબ્જે કરાયેલા મોબાઇલ ચોરી કર્યા હતા અને તે વેચવા જતો હતો ત્યાં જ ઝડપાઇ ગયો હતો.


Related News

Loading...
Advertisement