વેકસીનના બીજા ડોઝ પર રાજય સરકાર પ્રાથમિકતા આપે : કેન્દ્રની સુચના

11 May 2021 06:26 PM
Rajkot
  • વેકસીનના બીજા ડોઝ પર રાજય સરકાર પ્રાથમિકતા આપે : કેન્દ્રની સુચના

દેશમાં વેકસીનેશનની પ્રક્રિયા ચાલુ છે તે સમયે કેન્દ્રના આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયએ તમામ રાજયોને વેકસીનમાં જેઓએ પ્રથમ ડોઝ લીધો છે તેને બીજો ડોઝ આપવાની પ્રાથમિકતા આપે અને કેન્દ્ર સરકારે જે કોટા ફાળવ્યો છે તેના 70 ટકા બીજા ડોઝ માટે ઉપયોગમાં લે તેવી સલાહ આપી છે. ઉપરાંત રાજયોને વેકસીનનો બગાડ ઘટાડવા પણ જણાવ્યુ છે. કેન્દ્ર સરકારે જણાવ્યુ છે કે બીજા ડોઝ માટે 70 ટકા અને પ્રથમ ડોઝ લેનાર માટે 30 ટકા જથ્થો ઉપયોગ કરે જેના કારણે જેઓએ વેકસીન લીધી છે તેઓ સંપુર્ણ સલામત બની જાય. આ ઉપરાંત વેકસીનનો જે મોટાપાયે બગાડ થાય છે તેને પણ અટકાવવા જણાવાયુ છે.


Related News

Loading...
Advertisement