મીની લોકડાઉન મામલે સરકારની કફોડી હાલત: એક બાજુ વેપારી વિરોધ, બીજી તરફ કોરોના જોખમ

11 May 2021 06:32 PM
Rajkot
  • મીની લોકડાઉન મામલે સરકારની કફોડી હાલત: એક બાજુ વેપારી વિરોધ, બીજી તરફ કોરોના જોખમ

રાજકોટ તા.11
રાજયમાં છેલ્લા એક પખવાડીયાથી લાગુ મીની લોકડાઉનની મુદત કાલે પૂર્ણ થઈ રહી છે ત્યારે હવે તે લંબાવવાના મામલે સરકારની હાલત કફોડી બની છે. ચાર-પાંચ દિવસથી કોરોના સંક્રમણ વધ્યુ હોવા છતાં જોખમ દુર થયુ ન હોવાથી છૂટછાટ આપવાનું જોખમ લઈ શકાય નથી અને સામે વેપારીવર્ગનું છૂટછાટ માંગતુ પ્રચંડ દબાણ છે.


રાજય સરકારના જ માહિતગાર સૂત્રોએ કહ્યું છે કે ચાર-પાંચ દિવસથી કેસ ઘટવા છતાં સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. કોરોના ફરી ઉથલો મારે તો? તે સવાલ સરકારને મુંઝવી જ રહ્યો છે અને મીની લોકડાઉન યથાવત રાખવાનો મુડ છે. હજુ એક સપ્તાહ યથાવત સ્થિતિ રાખીને કોરોના હાલતની સમીક્ષા કરવાનું સરકાર માને છે. વધુ એક સપ્તાહ સંક્રમણ ઘટે કે કાબુમાં રહે તો જ છૂટછાટ આપવાની વિચારણા છે. છતાં રાજયભરના વેપારીઓએ મીની લોકડાઉન સામે પ્રચંડ વિરોધ કર્યો છે. તેઓ કાં સંપૂર્ણ લોકડાઉન લાદવા અથવા તમામ વેપારધંધાને ખુલ્લા કરવા દેવાની માંગ કરી રહ્યા છે.


કોરોના જોખમને અવગણીને વેપારીઓની માંગ સ્વીકારી શકાય તેવી હાલત નથી અને વેપારીઓની ધીરજની કસોટી કરવાનું પણ મુશ્કેલ છે. ગુજરાતના રાજકોટ, વડોદરા સહિતના શહેરોના વેપારીઓએ આકરો મિજાજ દર્શાવ્યો છે. સરકાર ટાસ્કફોર્સની બેઠક બાદ આજે સાંજે નિર્ણય લેવાની છે. આખરી ફેંસલા પર વેપારીવર્ગની નજર છે.


Related News

Loading...
Advertisement