કોંગી નેતા અને વકીલ દિનેશ પાતરના લેન્ડ ગ્રેબિંગ ગુનામાં આગોતરા મંજૂર

11 May 2021 06:41 PM
Rajkot
  • કોંગી નેતા અને વકીલ દિનેશ પાતરના લેન્ડ ગ્રેબિંગ ગુનામાં આગોતરા મંજૂર

સીવીલ મેટરને રાજકીય રંગ આપ્યો હોવાનું જણાઇ આવે છે - હાઇકોર્ટ

રાજકોટ તા.11
ગોંડલના એડવોકેટ દિનેશ પાતર તથા અન્યો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની નોંધાયેલી ફરિયાદમા આગોતરા જામીન મેળવવા થયેલી અરજી અનુસંધાને હાઇકોર્ટના જસ્ટિસ ગીતા ગોપીએ આગોતરા જામીન મંજૂર કરતો હુકમ ફરમાવ્યો છે.


આ કેસની હકીકત મુજબ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં વેજા ગામના રહેવાસી વિક્રમભાઇ ડાંગર દ્વારા લેન્ડ ગ્રેવિંગ એકટ મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી હતી જેમાં કોંગ્રેસ નેતા અને ગોંડલમાં વકીલાતની પ્રેક્ટિસ કરતાં વકીલ દિનેશભાઇ પાલાભાઇ પાતર તથા અન્યો વિરુદ્ધ કરવામાં ફરિયાદમાં કરવામાં આવેલ આક્ષેપો મુજબ તેઓએ તેમના ભાગીદાર સાથે મળી ગોંડલ રેવન્યુ સર્વે નં.295 પૈકી 1 અને 1 પૈકી 2 ની ઘાયી પાટી તરીકે ઓળખાતી જમીન આશરે 6 વીઘા રજી.વેચાણ દસ્તવેજ થી ખરીદ કરેલ હતી જે જમીન અંગે નું આરોપીઓએ બોગસ સાટાખત ઊભું કરી જમીનનો ગેરકાયદેસર કબજો જમાવી કબજો ખાલી કરવા રૂપિયા 23 લાખાની ખંડણી માંગેલ અને જો રૂપિયા 23 લાખ ચૂકવવા માં નહીં આવેતો એટ્રોસીટીના ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી એડ્વોકેટ દિનેશ પાતર તથા બીજા આરોપીઓ દ્વારા આપવામાં આવી હતી. ઉપરોક્ત ફરિયાદ નોંધાયા બાદ આરોપી દિનેશ પાલભાઇ પાતરએ તેમના વકીલ મારફત રાજકોટ સેસન્સ કોર્ટમાં આગોતરા જમીન અરજી કરેલી જે નામંજૂર થતા હાઇકોર્ટમાં આગોતરા જમીન અરજી કરી હતી. જેની સુનવણી દરમ્યાન આરોપીના વકીલએ રજૂઆત કરતાં જણાવેલ કે આરોપી દિનેશ પાતર કે જેમણે ગત સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ વતી ચરખડી જિલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવારી નોંધાવી હતી તે ચૂંટણીમાં પોતે ભાગ લઇ ન શકે અને પ્રચાર કરી ન શકે તે માટે તેમને હાલની ફરિયાદમાં ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે કારણ કે આરોપી દિનેશ પાતર પોતે એડવોકેટ છે અને ગોંડલમાં વકીલાતની પ્રેક્ટિસ કરતાં હોય આ કામના બીજા આરોપીઓ વતી તેઓએ વાદગ્રસ્ત જમીન અનુસંધાને ફરિયાદી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેર નોટિસનો જવાબ પાઠવેલ હતો અને જાહેર નોટિસનો જવાબ અસીલ વતી પાઠવવો કોઇ ગુનો નથી તે વકીલાતના વ્યવસાયનો એક ભાગ છે પરંતુ આરોપી પોતે કોંગ્રેસ પક્ષ વતી ઉમેદવારી નોંધાવેલ હોઇ રાજકીય કિન્નાખોરી રાખી હાલના આરોપી ને ખોટી રીતે ફસાવવામાં આવેલ હોવાની ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. હાઇકોર્ટે આરોપીના વકીલની ધારદાર રજૂઆતોને ગ્રાહય રાખી એડ્વોકેટ દિનેશ પાતરની આગોતરા જમીન અરજી મંજૂર કરતો હુકમ કર્યો છે.આ જમીન અરજીના હુકમમાં હાઇકોર્ટે એવું પણ અવલોકન ટાકેલ હતું કે રેકર્ડ પરના પુરાવાઓ જોતાં સિવિલ પ્રકારની મેટરને રાજકીય રંગ આપ્યો હોવાનું જણાઇ આવે છે.


Related News

Loading...
Advertisement