કોરોનાની દેશી વેકસીનની ફોર્મ્યુલા સાર્વજનિક કરવા કેજરીવાલની માંગ

11 May 2021 06:43 PM
India
  • કોરોનાની દેશી વેકસીનની ફોર્મ્યુલા સાર્વજનિક કરવા કેજરીવાલની માંગ

નવી દિલ્હી: દેશમાં કોરોના વેકસીનની તંગી વચ્ચે મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે સ્વદેશી વેકસીનની ફોર્મ્યુલા તમામ ફાર્મા કંપનીઓ માટે ખુલ્લી કરવાની માંગ કરી છે. દિલ્હીમાં રોજ 3 લાખ લોકોને વેકસીન આપવાનો લક્ષ્યાંક જાહેર કરતા કેજરવાલે કહ્યું કે તમામ રાજયોને તેની આવશ્યકતા મુજબ વેકસીન ઉપલબ્ધ બનાવવા હાલની સ્વદેશી ફોર્મ્યુલા સાર્વજનીક કરી દેવી જોઈએ અને વધુ કંપનીઓને વેકસીન બનાવવા પ્રોત્સાહન મળવું જોઈએ. હાલ ફકત બે કંપનીઓ વેકસીનનું ઉત્પાદન કરે છે અને 6-7 કરોડ ડોઝ જ ઉત્પાદન થાય છે તે વધારવું જરૂરી છે.


Related News

Loading...
Advertisement