દિલ્હીમાં ચકાસણી કર્યા વિના જ હોસ્પીટલનાં નંબર સરકારી વેબસાઈટમાં નખાયાનો ખુલાસો

11 May 2021 06:52 PM
India
  • દિલ્હીમાં ચકાસણી કર્યા વિના જ હોસ્પીટલનાં નંબર સરકારી વેબસાઈટમાં નખાયાનો ખુલાસો

નવી દિલ્હી તા.11
હોસ્પીટલોમાં બેડની ઉપલબ્ધતાની સમસ્યાને લઈને સુનાવણી દરમ્યાન દિલ્હી હાઈકોર્ટે મહત્વની ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે સમસ્યા એ છે કે ચકાસણી કર્યા વિના જ દિલ્હી સરકારની વેબસાઈટ પર હોસ્પીટલોનં નંબર નાખવામાં આવ્યા હતા. ન્યાયમુર્તિ વિપીન સાધી અને ન્યાયમુર્તિ રેખા પલ્લીની પીઠે આ ટીપ્પણી ત્યારે કરી હતી જયારે અદાલત મિત્ર અને રાજશેખર રાવે પીઠને જણાવ્યું હતું કે મોટાભાગની હોસ્પીટલો ફોનના જવાબ નથી આપતી. તેમણે પીઠને જણાવ્યું હતું કે બેડની ઉપલબ્ધતા અને તેમજ તેની માહિતી વચ્ચે મોટુ અંતર છે.


Related News

Loading...
Advertisement