ગુજરાતમાં આજે 15000થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : રિકવરી રેટ વધીને 80 ટકા થયો : નવા 10990 કેસ

11 May 2021 08:09 PM
Gujarat
  • ગુજરાતમાં આજે 15000થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : રિકવરી રેટ વધીને 80 ટકા થયો : નવા 10990 કેસ

કુલ સંક્રમિતોનો આંકડો 7,00,000ને પાર : આજે 118ના મોત બાદ મૃત્યુઆંક 8629 થયો : હાલ રાજ્યમાં 1,31,832 એક્ટિવ કેસ

રાજકોટઃ
રાજ્યમાં કોરોના મહામારીની ખતરનાક બીજી લહેરમાં હવે થોડી રાહત જણાઈ રહી છે. સતત વધતો રિકવરી રેટ 80.04 ટકા થયો છે. આજે રેકોર્ડ બ્રેક 15000થી વધુ દર્દીઓ સાજા થયા છે. જોકે કુલ સંક્રમિતોનો આંકડો 7,00,000ને પાર થયો છે તો અત્યાર સુધીમાં કુલ 563133 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. હાલ રાજ્યમાં 1,31,832 એક્ટિવ કેસ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 15198 દર્દીઓ સાજા થયા છે. જ્યારે પોઝીટીવ નવા 10990 કેસો નોંધાયા છે અને 118 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 798 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 131034 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 8629 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 703594 પર પહોંચ્યો છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 3127, વડોદરા 1057, સુરત 1055, રાજકોટ 553, જામનગર 516, મહેસાણા 418, જુનાગઢ 473, ભાવનગર 364, ગાંધીનગર 273, મહિસાગર 255, આણંદ 231, અમરેલી - બનાસકાંઠા 212, ખેડા 198, પંચમહાલ 183, કચ્છ 181, ગીર સોમનાથ 180, અરવલ્લી 166, દાહોદ 158, સાબરકાંઠા 149, પાટણ 145, ભરૂચ 142, નવસારી - વલસાડ 106, દેવભૂમિ દ્વારકા 98, નર્મદા 96, સુરેન્દ્રનગર 91, તાપી 59, મોરબી 51, છોટા ઉદેપુર 48, પોરબંદર 43, બોટાદ 34, ડાંગ 10.


Related News

Loading...
Advertisement