ભાવનગરમાં આજે કોરોનાના નવા ૩૬૪ કેસ, ૩ દર્દીઓના મોત

11 May 2021 09:19 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાના નવા ૩૬૪ કેસ, ૩ દર્દીઓના મોત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૮,૦૪૭ કેસો પૈકી ૪,૪૬૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર:
ભાવનગરમાં આજરોજ ૩૬૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૧૮,૦૪૭ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૬૦ પુરૂષ અને ૯૩ સ્ત્રી મળી કુલ ૨૫૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૯, ઘોઘા તાલુકામાં ૧૧, તળાજા તાલુકામાં ૧૨, પાલીતાણા તાલુકામાં ૪, વલ્લભીપુર તાલુકામાં ૧, સિહોર તાલુકામાં ૭૨, ગારીયાધાર તાલુકામાં ૧ તેમજ ઉમરાળા તાલુકામાં ૧ કેસ મળી કુલ ૧૧૧ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરાયા છે.

આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા બે દર્દીઓ અને તાલુકાઓમાં ઘોઘા તાલુકાનાં અવાણીયા ગામ ખાતે રહેતા એક દર્દી મળી કુલ ૩ દર્દીઓનું સારવાર દરમ્યાન મોત થતા જિલ્લાનો કુલ મૃત્યુ આંક ૨૩૭ થયો છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૭૯ અને તાલુકાઓમાં ૪૮ કેસ મળી કુલ ૩૨૭ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૧૮,૦૪૭ કેસ પૈકી હાલ ૪,૪૬૪ દર્દીઓ સારવાર હેઠળ છે.


Related News

Loading...
Advertisement