યુવા અભિનેતા ભવ્ય ગાંધીના પિતા વિનોદભાઈ ગાંધીનું કોરોનાથી નિધન

11 May 2021 10:04 PM
India Maharashtra
  • યુવા અભિનેતા ભવ્ય ગાંધીના પિતા વિનોદભાઈ ગાંધીનું કોરોનાથી નિધન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં એક સમયે ટપુનું કિરદાર ભજવનાર ભવ્ય ગાંધીના પિતા વિનોદભાઈ છેલ્લા ૧૦ દિવસથી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા : આજે સાંજે લીધા અંતિમ શ્વાસ

મુંબઈ:
યુવા અભિનેતા ભવ્ય ગાંધીના પિતા વિનોદભાઈ ગાંધીનું કોરોનાથી નિધન થયું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં એક સમયે ટપુનું કિરદાર ભજવનાર ભવ્ય ગાંધીના પિતા વિનોદભાઈ છેલ્લા ૧૦ દિવસથી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

વિનોદભાઈ ગાંધી કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં હતા. તેમના પરિવારમાં પત્ની યશોદા ગાંધી તથા મોટા દીકરો નિશ્ચિત ગાંધી તથા નાનો ભવ્ય ગાંધી છે. મોટા દીકરાના લગ્ન થઈ ગયા છે. વિનોદભાઈ છેલ્લાં 10થી પણ વધુ દિવસથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ છેલ્લાં ઘણાં સમયથી વેન્ટિલેટર પર હતા. અગાઉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગોગીનું પાત્ર ભજવનાર સમય શાહની બહેન કે જે ભવ્ય ગાંધીને માસીના દીકરી થયા તેમના લગ્ન 9 મે ના રોજ હતા પરંતુ પિતાની તબિયત ખરાબ હોવાને કારણે ભવ્ય તથા તેનો પરિવાર મુંબઈમાં હોવા છતાંય લગ્નમાં ફિઝિકલી હાજર રહી શક્યા નહોતા. તેમણે વર્ચ્યુઅલી લગ્ન એટેન્ડ કર્યા હતા.


Related News

Loading...
Advertisement