વહેલા સુઈ જશો અને વહેલા ઉઠી જશો તો ડાયાબીટીસ રહેશે આપનાથી દુર

15 May 2021 11:55 AM
Health
  • વહેલા સુઈ જશો અને વહેલા ઉઠી જશો તો ડાયાબીટીસ રહેશે આપનાથી દુર

રાત્રે જાગનારાઓની દિનચર્યા પણ અસ્વસ્થ: ઈટલીમાં થયેલા સંશોધનમાં ખુલાસો

નવી દિલ્હી તા.15
ભારત દુનિયામાં ડાયાબીટીશની રાજધાની બન્યુ છે. તેનું એક કારણ એ છે પ્રજાની જીવન શૈલી મોડ રાત સુધી જાગવાથી અને સવારે મોડા ઉઠવાથી ડાયાબીટીશનો ખતરો વધુ હોય છે. રાત્રે વહેલા સુનારા અને સવારે વહેલા ઉઠનારાઓમાં ડાયાબીટીસનો ખતરો ઓછો રહે છે. ઈટલીમાં થયેલા એક સંશોધનમાં આ ખુલાસો થયો છે.સવારે વહેલા ઉઠવાથી માત્ર દિનચર્યા જ સ્વસ્થ નથી બલકે તબીયત પણ દુરસ્ત રહે છે. તાજેતરમાં ઈટલીમાં થયેલા એક રિપોર્ટ મુજબ સવારે વહેલા ઉઠનારાઓમાં ટાઈપ ટુ ડાયાબીટીસ અને હૃદયરોગનું જોખમ ઓછુ રહે છે. ઈટલીના નેપલ્સના ફ્રેઈસ્કો વિશ્વ વિદ્યાલયનાં વિશેષજ્ઞોએ 72 મધ્યમ આયુ વર્ગનાં સ્થુળકાય લોકોનો અભ્યાસ કર્યો હતો. દરમ્યાન તેમનાં રાત્રે સુવાના અને સવારે ઉઠવાના સમયનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું.


અધ્યયનમાં સામેલ દરેક લોકોના બોડી માસ ઈન્ડેકસ (બીએમઆઈ) 32 હતો કે જે 18.5 થી 24.9 ના સ્વસ્થ દરથી વધુ હતો પણ જે લોકોમાં સવારે મોડે સુધી સુવાની આદત હતી તેમનામાં ડાયાબીટીસ અને હૃદયરોગનું જોખમ વધુ હતું.જયારે સવારે વહેલા ઉઠનારાના મુકાબલે મોડી રાત સુધી સોનારા લોકોમાં હૃદયરોગનું જોખમ ચાર ગણુ જોવા મળ્યુ હતું.અધ્યયનમાં એ પણ જાણવા મળ્યુ હતું કે સવારે વહેલા ઉઠનારાઓની તુલનામાં મોડી રાત સુધી જાગનારાઓની જીવન શૈલી અસ્વસ્થ રહે છે.તેમનામાં ધુમ્રપાન જેવી આદતો હોય છે અને શારીરીક વ્યાયામની આદત હોતી નથી.


Related News

Loading...
Advertisement