મમતા બેનરજીના નાનાભાઇનું કોરોનામાં નિધન

15 May 2021 02:57 PM
India Politics
  • મમતા બેનરજીના નાનાભાઇનું કોરોનામાં નિધન

કલકતા, તા. 15
પશ્ચિમ બંગાળમાં હાલમાં બીજી વખત સત્તા પર આવેલા રાજયના મુખ્યમંત્રી મમતા બેનરજીના નાનાભાઇ અસીમ બેનરજીનું કોરોનાના કારણે નિધન થયું છે. કૌટુંબિક સુત્રોના જણાવ્યા પ્રમાણે અસીમ બેનરજી છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમણની સારવાર હેઠળ હતા અને તેમને કલકતાની મેડિકા હોસ્પિટલમાં સઘન સારવાર અપાઇ રહી હતી પરંતુ બચાવી શકાયા ન હતા. તેમની અંતિમ વિધિ કોરોના પ્રોટોકોલ મુજબ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકો સંક્રમણનો શિકાર બન્યા છે.


Related News

Loading...
Advertisement