જિલ્લામાં જુગાર સંબંધીત ચાર દરોડામાં 16 શખ્સો પકડાયા

17 May 2021 03:24 PM
Jamnagar Crime
  • જિલ્લામાં જુગાર સંબંધીત ચાર દરોડામાં 16 શખ્સો પકડાયા

જામનગર તા.17: જામનગર શહેર અને લાલપુરમાં પોલીસે જુગાર અંગે જુદા જુદા ચાર સ્થળોએ દરોડા પાડી 16 શખ્સોને પકડી પાડયા છે. પોલીસે આ શખ્સો પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યુ છે. જયારે એક દરોડામાં 09 આરોપીઓ ભાગી છૂટયા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે.
જામનગરમાં દાવલસાફળી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ઘોડીપાસા વડે હાર-જીતનો જુગાર રમી રહેલા અફઝલ આમદ ગોરી, અલ્તાફ કાસમ સંઘાર વગેરે પાંચ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,170 ની રોકડ રકમ અને જુગાર નું સાહિત્ય કબ્જે કરેલ છે. જુગાર અંગેનો બીજો દરોડો જુના રેલવે સ્ટેશન પાસે ભીમવાસ શેરી નંબર -3 માં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ચલણી સિક્કા ઉછાળી જુગાર રમી રહેલા ચંદ્રેશ દિલીપભાઈ ગોહિલ, ભરત હીરાભાઈ ખીમસુરીયા વગેરે ચાર આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 3,333 ની રકમ કબજે કરી છે.


ઉપરાંત જુગાર અંગે નો ત્રીજો દરોડો જામનગરમાં કાલાવડ નાકા પાસે દાતાર ની દરગાહ નજીક પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા ઈબ્રાહીમ ગુલમામદ અને આબેદીન મામદ મકરાણી ની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 1,810 ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કરેલ છે.આ દરોડા સમયે પોલીસને જોઈને મોઈન નૂરમામદ મકરાણી, ટીપુ મકરાણી, અખ્તર મકરાણી, જિલાની મોહમ્મદ મકરાણી, ફૈઝલ શેરમામદ મકરાણી, મુન્નાભાઈ બાબાભાઈ સંધી, મોશીન સુલેમાન મકરાણી, કયુમ અલ્તાફ મકરાણી, અને ગની કાસમ સંધી ભાગી છૂટયા હોવાથી તમામ નવ આરોપીઓને ફરારી જાહેર કરાયા છે. ચોથો દરોડો લાલપુર માં પાડવામાં આવ્યો હતો. જ્યાં ગૌશાળા ની બાજુમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા અબ્બાસ હુસેન ભાઈ કકકલ, અલ્તાફ મુસાભાઈ વગેરે 05 આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,480 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.


Related News

Loading...
Advertisement