ધરારનગર વિસ્તારમાં માતા-પુત્ર ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલો

17 May 2021 03:46 PM
Jamnagar Crime
  • ધરારનગર વિસ્તારમાં માતા-પુત્ર ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલો

જામનગર તા 17: જામનગરમાં ઘરારનગર-2 વિસ્તારના સલીમ બાપુ ના મદ્રેસા પાસે રહેતા શબ્બીર અકબરભાઈ નામના 35 વર્ષના વાઘેર યુવાને પોતાના ઉપર તેમજ પોતાની માતા ઉપર હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ કુટુંબીજનો એવા મુસ્તાક, ઈકબાલ, અસલમ, તથા મામદ વગેરે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી શબ્બીર ને તેની પત્ની સાથે તલાક થઈ ગયા હતા. જેનું મનદુ:ખ રાખીને સામા જૂથ ના આરોપીઓએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ સમયે તેની માતા બચાવવા માટે વચ્ચે પડતાં તેને પણ માર મરાયો હતો. સીટી બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે હુમલા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement