‘રાધે’ની પે-પર-વ્યુ મોડેલમાં રિલીઝની સફળતાથી બોલીવુડને નવો રાહ મળ્યો

17 May 2021 03:53 PM
Entertainment
  • ‘રાધે’ની પે-પર-વ્યુ મોડેલમાં રિલીઝની સફળતાથી બોલીવુડને નવો રાહ મળ્યો

મહામારીના અંધકારમાં ફિલ્મ ઉદ્યોગને આશાનુ કિરણ : રાધેની સફળતાએ સાબિત કર્યું-ઘેરબેઠા પૈસા ખર્ચીને ફિલ્મ જોવા લોકો તૈયાર છે

મુંબઈ: કોરોના મહામારીના વિટંબણાભર્યા સમયગાળામાં સલમાનખાનની ‘રાધે’ એ પે-પર-વ્યુ પીપીવી મોડેલમાં રિલીઝ થઈને આંશીક સફળતા મેળવી લેતા આ બાબત એ બતાવે છે કે આ મોડેલમાં ભારતીય દર્શકો ફિલ્મ જોવા તૈયાર છે. થિયેટર ઉપરાંત ઓટીટી સહીત મલ્ટીપલ પ્લેટફોર્મમાં રિલીઝ થયેલી આ ફીલ્મને 42 લાખ જેટલા દર્શકોએ નિહાળતા અને એક દિ’માં 100 કરોડથી વધુની કમાણી કરતા હાલ મહામારીનાં કપરા કાળમાં ભારતીય ફીલ્મ ઉદ્યોગને એક નવુ આશાકિરણ આપ્યું છે.
ફીલ્મ રીલીઝના આ હાઈબ્રીડ મોડેલે થીયેટર (કે જે ખુલા છે દેશમાં વિદેશમાં અને ઓટીટી પ્લેટફોર્મમાં લાખો દર્શકો મળ્યા છે. જોકે ફિલ્મનાં ચાર દિવસના કલેકશન મામલે ટ્રેડ એનાલીસ્ટો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. જેમાં ફીલ્મનું કલેકશન રૂા.45 કરોડથી રૂા.175 કરોડ સુધીનું મનાઈ રહ્યું છે. જોકે મોટાભાગનાં એ બાબતે સહમત થયા છે કે પીપીવી મોડેલ ફેલાઈ શકે છે. મતલબ આ મોડેલ પર અન્ય ફીલ્મો રીલીઝ થઈ શકે છે. ઝી સ્ટુડીયોના ચીફ બીઝનેસ ઓફીસર શરીક પટેલ જણાવે છે કે અમે પરિવર્તન માટે મોખરે છીએ. દર્શકો ઘેર ફીલ્મ જોઈને ખુશ છે.આમ છતાં, જયારે 42 લાખથી વધુ લોકોએ ફીલ્મ જોઈ ચૂકયા છે તેઓ થીયેટર રીલીઝ વખતે થીયેટરમાં આવે તેવી શકયતા ઓછી છે.

ગણતરીની કલાકોમાં ‘રાધે’ થઈ લીક, સલમાનની સાઈબર સેલમાં ફરીયાદ
દર્શકોને પાયરસીનો ભાગ ન બનવા સલમાનની અપીલ : ફિલ્મ ટેલીગ્રામ અને વોટસએપ પર લીક થઈ
મુંબઈ: સલમાનખાનની ફીલ્મ ‘રાધે’ને ડાઉનલોડ કરીને ટેલીગ્રામ અને વોટસએપ પર મોકલનારાઓ સામે મુંબઈ પોલીસના સાઈબર સેલમાં ફરીયાદ દાખલ કરાઈ છે. આ ફરીયાદને પગલે સાઈબર સેલમાં તપાસ શરૂ થઈ ગઈ છે કે આ ફિલ્મને ડાઉનલોડ કરીને કોણે ગ્રુપ્સમાં વાઈરલ કરી છે ફીલ્મને પ્રોડયુસ કરનારી કંપની ઝી સ્ટુડીયોએ નિવેદન જાહેર કરીને આ બાબતની પુષ્ટી કરી છે. ઉલ્લેખનીય છે કે ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ઈદના અવસરે ઓટીટી પર રિલીઝ થઈ હતી જેને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પણ ફીલ્મ રીલીઝ થયાની ગણતરીની કલાકોમાં જ ફીલ્મ લીક થઈ ગઈ. આ પરિસ્થિતિમાં સલમાનખાને સૌને પાયરસીનો ભાગ ન બનવાની અપીલ કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ છે અમે આપને 249 રૂપિયે પ્રતિ વ્યુના ઉચીત મુલ્ય પર અમારી ફીલ્મ રાધે રજુ કરી હતી તેમ છતાં પાયરેટેડ સાઈટસ ગેરકાયદે ફિલ્મને સ્ટ્રીમ કરી રહી છે. જે એક ગંભીર અપરાધ છે. સાઈબર સેલ આ બધા પાયરેટેડ સાઈટનાં ગેરકાયદે કરતુતોની સામે કાર્યવાહી કરી રહ્યા છે. કૃપયા આપ પણ સાઈબર સેલ તરફથી મોટી પરેશાનીમાં પડી શકો છો.


Related News

Loading...
Advertisement