‘ધી ફેમીલીમેન-2’ની રીલીઝ તારીખ આખરે જાહેર

17 May 2021 03:55 PM
Entertainment
  • ‘ધી ફેમીલીમેન-2’ની રીલીઝ તારીખ આખરે જાહેર

11મી જુને એમેઝોન પ્રાઈમ પર રીલીઝ થશે

મુંબઈ: મનોજ વાજપેયી સ્ટારર એમેઝોન પ્રાઈમની વેબસીરીઝ ‘ધી ફેમીલીમેન’ની પ્રથમ સીઝન 2019 માં રીલીઝ થઈ હતી અને તે લોકપ્રિય નીવડી હતી. હવે આ વેબસીરીઝનાં બીજા ભાગનો ઈંતેજાર કરતા લોકો, માટે ગૂડ ન્યુઝ એ છે કે આ વેબસીરીઝ 11 મી જુને રજુ થવા જઈ રહી છે. આ એકશન થ્રીલ વેબસીરીઝનાં મનોજ વાજપેયી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ના એજન્ટની ભુમિકા ભજવે છે જયારે તમિલ સ્ટાર સામન્થા અકકીનેની એલ્ટીટીઈ આતંકીની ભૂમિકા ભજવે છે. સીરીઝનું નિર્દેશન ડાયરેકટર જોડી રાજ અને ડીકે કરી રહ્યા છે. પ્રિયમણી ફીમેલ લીડ રોલ ભજવે છે. આ સીરીઝનું ડબીંગ વર્ક પુરૂ થઈ ગયુ છે.આ સીરીઝ હિન્દી ઉપરાંત તમીલ, તેલુગુ અને ઈગ્લીશ વર્ઝનમાં પણ રીલીઝ થશે.


Related News

Loading...
Advertisement