કોરોનાગ્રસ્તોની વહારે જેકલીન: 100 બેડનું કોવિડ સેન્ટર બનાવશે

17 May 2021 03:56 PM
Entertainment
  • કોરોનાગ્રસ્તોની વહારે જેકલીન: 100 બેડનું કોવિડ સેન્ટર બનાવશે

એકટ્રેસ જરૂરત મંદો માટે નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સેવા પુરી પાડશે

મુંબઈ: કોરોનાની બીજી લહેરમાં લાખો લોકો સંક્રમિત થયા છે. ત્યારે આ કોરોનાગ્રસ્તોની વહારે ફીલ્મી હસ્તીઓ પણ યોગદાન આપી રહી છે. જેમાં એકટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝનો પણ ઉમેરો થયો છે. તાજેતરમાં જેકલીનની કેટલીક તસ્વીરો જાહેર થઈ હતી જેમાં તે લોકોને ખાવાનું આપતી નજરે પડે છે. હવે ખબર છે કે જેકલીન કોવિડ કેર સેન્ટર બનાવવા માટે તૈયારી કરી રહી છે.આ બારામાં જેકલીને જણાવ્યું હતું કે અમે લોકો કોવિડ કેર ફેસીલીટી બનાવવા પર કામ કરી રહ્યા છીએ. ત્યાં 100 હોસ્પીટલ બેડ હશે. 500 ઓકિસજન ક્ધસેન્ટ્રેટર્સ પણ આવશે અને અમે બે એમ્બ્યુલન્સ પણ ખરીદવાનાં છીએ.જેકલીને વધુમાં જણાવ્યું હતું કે તેમની એમ્બ્યુલન્સ ફ્રી સેવા આપશે હાલ એમ્બ્યુલન્સ સેવા મોંઘી છે અને સામાન્ય લોકોને તે પરવડતી નથી. જો તેઓ સમયસર હોસ્પીટલે ન પહોંચ્યા તો તેમનો જીવ પણ જઈ શકે છે. એટલે અમે બે એમ્બ્યુલન્સ ખરીદી છે જે સુવિધાઓથી સજજ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જેકલીને એક એનજીઓ સાથે હાથ મીલાવ્યો હતો. આ એનજીઓ ગરીબોને ખાવાનું ખવડાવે છે. જેકલીનની કેટલીક તસ્વીરો બહાર આવી હતી. જેમાં તે ગરીબોને ખાવાનું ખવડાવતી જોવા મળી હતી.


Related News

Loading...
Advertisement