કોઠી કંપાઉન્ડમાં રેલવેના કવાર્ટર અને નાડોદાનગરમાં જુગાર રમતા 8 ઝબ્બે : 22 હજારની રોકડ જપ્ત

17 May 2021 04:45 PM
Rajkot Crime
  • કોઠી કંપાઉન્ડમાં રેલવેના કવાર્ટર અને નાડોદાનગરમાં જુગાર રમતા 8 ઝબ્બે : 22 હજારની રોકડ જપ્ત

પ્રદ્યુમનનગર પોલીસે આરપીએફને સાથે રાખી દરોડો પાડેલો, રેલવેનો સફાઇ કામદાર કાંતી વાણીયા પણ જુગારીઓમાં સામેલ

રાજકોટ તા. 17 : શહેરમાં જુગારના બે જુદા જુદા દરોડામાં 8 જુગારી રૂ.રર990 ની રોકડ સાથે ઝડપાયા હતા. પ્રધુમનનગર પોલીસે કોઠી કંપાઉન્ડના રેલવે કવાર્ટરમાં અને ક્રાઇમ બ્રાંચે નાડોદાનગરમાં કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં શહેરના કોઠી કંપાઉન્ડ ખાતે આવેલા રેલવેના કવાર્ટરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પ્રધુમનગર પોલીસના પીઆઇ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.વી. બોરીસાગરે તેમની ટીમ સાથે દરોડો પાડયો હતો.


આ કામગીરીમાં આરપીએફ રાજકોટ પોલીસના પીઆઇ બાબુલાલ ચાવડા અને તેમના સ્ટાફે મદદ કરી હતી. દરોડા દરમ્યાન રેલવેમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતો કાંતિ છગન વાણીયા (ઉ.વ. 48 રહે. કોઠી કંપાઉન્ડ કવાર્ટર), રીક્ષા ચાલક રાજુ પુરા સ્વામી આદીદ્રા વીડા (મદ્રાસ) (ઉ.વ. 45 રહે. કોઠી કંપાઉન્ડ કવાર્ટર), મજુરી કામ કરતો સુરેશ ગોવિંદ આદી દ્રાવીડા (ઉ.વ. ર8 રહે. રૂડીયાપરા) અને કામરાજ વેલુ સ્વામી આદી દ્રાવીડા (ઉ.વ. 28 રહે. કોઠી કંપાઉન્ડ) ને જુગાર રમતા દબોચી લેવાયા હતા. જુગારના પટ્ટમાંથી રૂ.10450 ની રોકડ મળી હતી. જે જપ્ત કરાઇ છે. અને ધારાધોરણ મુજબ ગુનો દાખલ કરાયો છે.

બીજા દરોડામાં નાડોદાનગર શેરી નં. 7 માં રખાદાદાના મંદિર પાસે જંગ્લેશ્ર્વર વિસ્તારમાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમે છે. તેવી બાતમી મળતા ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. જેબલીયા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ દેવાભાઇ ધરજીયા વગેરેએ દરોડો પાડતા શાકભાજીનો વ્યવસાય કરતા રવિ અરવિંદ પરમાર (ઉ.વ. 22), નાનજી વિઠ્ઠલ મકવાણા (ઉ.વ. 38) મજુરી કામ કરતા વિપુલ અરવિંદ પરમાર (ઉ.વ. 25) અને હેમા ડાહયા સંખેશ્ર્વરીયા (ઉ.વ. 30) (રહે. તમામ નાડોદાનગર શેરી નં. 7) ને ઝડપી લઇ રૂ.12540 ની રોકડ કબ્જે કરી ડીસીબી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો.


Related News

Loading...
Advertisement