ચોટીલાના હત્યાના પ્રયાસમાં નાસતા ફરતા રાજકોટના હર્ષ ને દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ

17 May 2021 04:49 PM
Rajkot Crime
  • ચોટીલાના હત્યાના પ્રયાસમાં નાસતા ફરતા રાજકોટના હર્ષ ને દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ

રાજકોટ,તા.17
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ગંભીર ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા સુચના કરેલ હોય જે મામલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં એએસઆઇ સી.એમ.ચાવડા,ઇન્દ્રજીતસિંહ ગોહીલ, તથા કરણભાઇ મારૂ ની બાતમીને આધારે ચોટીલા પોલીસ મથક વિસ્તારના ફાયરિંગ,હત્યાના પ્રયાસની કલમ હેઠળ નાસતા ફરતા હર્ષ ઉર્ફે મોરલી રજનીભાઇ રમણીકભાઇ દવે(ઉ.વ.23)(રહે.સાધુ વાસવાણી રોડ શિવમ સોસાયટી શે.નં. 3"માં" મકાન ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદીરની સામે)ની રૈયાગામ પાસેથી પકડી કાર્યવાહી કરવામાં આવી હતી.
હત્યાના પ્રયાસમાં ઝડપાયેલા આરોપી હર્ષ ઉર્ફે મોરલી રજનીભાઇ દવે આજથી ત્રણેક વર્ષ પહેલા યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં દારૂ પીવાના કેશમાં પકડાયેલ છે તેમજ આરોપી આજથી એકાદ વર્ષ પહેલા સુરેન્દ્રનગર જીલ્લાના થાન પોલીસ સ્ટેશનમાં મારા મારીના ગુન્હામાં પકડાયેલ છે.


Related News

Loading...
Advertisement