ધોરણ -10,12 તથા ગ્રેજયુએશનની ઉત્તરપ્રદેશ રાજ્યની ડુપ્લીકેટ માર્કશીટ બનાવતા કૌભાંડનો પર્દાફાશ : પાંચ શખ્સોની ધરપકડ

17 May 2021 04:57 PM
Rajkot Crime
  • ધોરણ -10,12 તથા ગ્રેજયુએશનની ઉત્તરપ્રદેશ રાજ્યની ડુપ્લીકેટ માર્કશીટ બનાવતા કૌભાંડનો પર્દાફાશ : પાંચ શખ્સોની ધરપકડ
  • ધોરણ -10,12 તથા ગ્રેજયુએશનની ઉત્તરપ્રદેશ રાજ્યની ડુપ્લીકેટ માર્કશીટ બનાવતા કૌભાંડનો પર્દાફાશ : પાંચ શખ્સોની ધરપકડ

વિશ્વકર્મા સોસાયટીનો ભાવિક ખત્રી સર્ટીફીકેટ કાઢી આપતો હતો : ઉત્તર પ્રદેશ રાજ્યમાં લોકડાઉન ચાલતુ હોય જેથી સર્ટીફીકેટ અંગે માધ્યમીક શિક્ષા પરીષદ પ્રયાગરાજ ઉત્તરપ્રદેશ તથા મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસીના સર્ટીફીકેટોની ખરાઇ કરવા જઇ શકાય તેમ ના હોય જેથી ઉપરોક્ત બોર્ડ તથા યુનિવર્સીટીના અધીકારી ઓને સરકારી ઇ-મેઇલ અને સ્પીડપોસ્ટ દ્વારા સર્ટીફીકેટો ખરાઇ કરાવવા માટે મોકલવામાં આવ્યા’તા : ઝડપાયેલ પાટોડીયા વાસુ બી ફાર્મ ભણેલો છે અને હાલ આર.કે યુનિવર્સિટીમાં અભ્યાસ માટે એડમિશન લીધું છે : આરોપી ભાવિક આ કૌભાંડ કેટલા સમયથી ચલાવતો હતો? તેમજ એસઓજીએ ઘરની ઝડતી કર્યા બાદ આ કૌભાંડ બહાર આવ્યું:નવ શખ્સો સામે કાર્યવાહી

રાજકોટ,તા.17
રાજકોટ શહેર એસઓજી દ્વારા એક મહત્વનું ડિટેક્સન કરવામાં આવ્યું છે.ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને પાસ કરી આપવા માટે ઉત્તરપ્રદેશ યુનિવર્સિટી મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસી અને ઉત્તરપ્રદેશ બોર્ડના ધો.10 અને ધો.12 ના બોગસ માર્કશીટ બનાવી આપનાર રાજકોટના શખ્સ સહિત પાંચ શખ્સોને એસઓજીએ દબોચી લીધા છે.જ્યારે અન્ય ચાર શખ્સોને પકડવા પોલીસે કવાયત આદરી છે. હાલ આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું એ અંગે તપાસ શરૂ કરી છે. રાજકોટ શહેરના પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ,સંયુક્ત પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ,નાયબ પોલીસ કમીશ્નર ઝોન 1, પ્રવીણકુમાર મીણા,નાયબ પોલીસ કમીશ્નર શ્રી ઝોન -2 મનોહરસિંહ જાડેજા અને એ.સી.પી કાઇમ ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ આર.વાય.રાવલની રાહબરીમાં પીએસઆઈ એમ.એસ.અંસારી,અનીલસિહ ગોહીલ, પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ અઝહરુદીનભાઇ બુખારી સહિતના સ્ટાફને બાતમી હકીકત મળેલ કે પ/89 વિશ્વકર્મા સોસાયટી શેરી નં -5 ગંગોત્રી ડેરી શાધુવાસવાણી રોડ રાજકોટ ખાતે રહેતો ભાવીક ખત્રી નામનો ઇસમ ઉત્તર પ્રદેશ યુનિવર્સીટી,મહાત્મા ગાંધી કાશી વિધ્યાપીઠ વારાણસી તથા ઉત્તર પ્રદેશ બોર્ડના ધોરણ -10 તથા ધોરણ -12 ના ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપે છે. ચોક્કસ બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ જઇ તપાસ કરતા શખ્સે જણાવેલ સરનામે મળી આવતા અને તેના ઘરની ઝડતી તપાસ કરતા ઉત્તરપ્રદેશ યુનિવર્સીટી,મહાત્મા ગાંધી કાશી વિધ્યાપીઠ વારાણસીના તથા ઉત્તર પ્રદેશ બોર્ડના ધોરણ -10 તથા ધોરણ -12 ના ડુપ્લીકેટ શંકાસ્પદ માર્કશીટો મળી આવેલ જે મામલે ક્રાઇમબ્રાન્ચ દ્વારા જાણવા જોગ નોંધ કરાવવામાં આવેલ હતી.ત્યારબાદ કોરોના -19 વૈશ્વીક મહામારી અન્વયે ઉત્તર પ્રદેશ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન ચાલતુ હોય જેથી મળી આવેલ સર્ટીફીકેટ અંગે માધ્યમીક શીક્ષા પરીષદ પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ તથા મહાત્મા કાશી વિધ્યાપીઠ વારાણસી ના સર્ટીફીકેટોની ખરાઇ કરવા જઇ શકાય તેમ ના હોય જેથી ઉપરોક્ત બોર્ડ તથા યુનિવર્સીટીના અધીકારી ઓને સરકારી ઇ- મેઇલ અને સ્પીડપોસ્ટ દ્વારા સર્ટીફીકેટો ખરાઇ કરાવવા માટે મોકલવામાં આવેલ હતા. જે મામલે તા.15/05ના રોજ માહાત્મા કાશી વિધ્યાપીઠ વારાણસી ખાતેથી શંકાસ્પદ માર્કશીટો ડુપ્લીકેટ હોવાની ખરાઇ થતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મસમોટુ ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડવામાં આવેલ છે.એસઓજી દ્વારા સર્ટીફીકેટ આપનાર ભાવીક પ્રકાશભાઇ ખત્રી(ઉ.વ.28)(રહે.5 /89 વિશ્વકર્મા સોસાયટી શેરી નં -5 ગંગોત્રી ડેરી શાધુવાસવાણી રોડ),રામસીંગ,હરીકૃષ્ણ રાજેશભાઇ ચાવડા (ઉ.વ.24) (રહે.405 શીવમ એપાર્ટમેંટ સત્યમ પાર્ક 80 ફૂટ રિંગ રોડ હ્યુંડાઇના શો - રૂમની સામે),દીલીપકુમાર ખીમાભાઇ રામાણી (ઉ.વ.45) (રહે.ચીતલીયા રોડ બહુચરનગર ગેલ માતાજીના મંદિર સામે જસદણ), ભેસદડીયા પ્રીતેશ ગણેશભાઇ (ઉ.વ.21) (રહે.કુપા 10બી ઉદયનગર વિશ્વેશ્વર મંદિર પાસે મવા મેઇન રોડ),પટોળીયા વાસુ વિજયભાઇ(ઉ.વ -21) (રહે શ્રીરામ પાર્ક -1 શેરી નં -1 કલ્યાણપાર્ક પાછળ નાના મવા રોડ),સુરેશભાઇ દેવજીભાઇ પાનસુરિયા(ઉ.વ.44)(તે વાલી પ્રીયેનકુમાર સુરેશભાઇ પાનસુરિયા)(રહે.28 દેવજીનગર સોસાયટી બ્લોક નં -28 ભવાની સર્કલ એ.કે રોડ સુરત),પ્રફુલભાઇ અરજણભાઇ ચોવટીયા(તે વાલી મહેકકુમાર પ્રફુલભાઇ ચોવટીયા)(રહે.402 વ્રજ કોમ્પલેક્ષ ઉપાસના પાર્ક બાલાજી હોલ પાછળ નાના મવા રોડ) અને સુરેશભાઇ વસોયા(તે વાલી શીલેશ સુરેશભાઇ વસોયા) (રહે.પટેલ નગર શેરી નં -11 ઓમનગરની બાજુમાં 150 ફુટ રીંગ રોડ)સામે કાર્યવાહી કરાઈ છે.જેમાં પ્રીતેશ ભેંસદડીયા એ બી.એસ.સી બીજુ વર્ષ પુર્ણ કરેલ છે ઇંદોર ખાતે આવેલ સ્વામી વીવેકાનદ યુનીવર્સીટી તથા પાટોડીયા વાશૂએ બી.ફાર્મ બીજુ વર્ષ પુર્ણ કરેલ છે આર.કે. યુની.રાજકોટ પ્રવેશ લીધેલ છે.આઆ બનાવ માં હાલ એસઓજી દ્વારા પાંચ આરોપીને રાઉન્ડઅપ કરી લીધા છે જ્યારે અન્ય ચાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું એ અંગે હાલ પાંચેયને રિમાન્ડ પર લેવા કાર્યવાહી કરાઈ છે.


Related News

Loading...
Advertisement