મેટોડા જીઆઇડીસીમાં રૂા.10 હજારમાં પિસ્તોલ વેંચવા નીકળેલો પારડીનો હરેશ પરમાર ઝડપાયો

17 May 2021 05:00 PM
Rajkot Crime
  • મેટોડા જીઆઇડીસીમાં રૂા.10 હજારમાં પિસ્તોલ વેંચવા નીકળેલો પારડીનો હરેશ પરમાર ઝડપાયો

હરેશ અગાઉ બે મારામારી અને એકવાર પ્રોહી (દારૂ)નાં ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે : રૂા.પ હજારની પિસ્તોલ રૂા.10 હજારમાં વેંચવા નીકળ્યો ને પોલીસની ઝપટે ચડયો

રાજકોટ તા. 17 : મેટોડા જીઆઇડીસીમાં રૂ.પ હજારની પિસ્તોલ રૂ.10 હજારમાં વેંચવા નીકળતા પારડીનો શખ્સ પોલીસની ઝપટે ચડયો હતો અને રાજકોટ રૂરલ એલસીબીએ દબોચી તેની પુછપરછ શરુ કરી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ રૂરલ એસીબીના પીઆઇ એ.આર. ગોહીલની રાહબરીમાં પીએસઆઇ એચ.એમ. રાણા,એએસઆઇ ઉ5ેન્દ્રસિંહ રાણા, પરવેઝભાઇ સમા અને અતુલભાઇ ડાભી સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મેટોડા જીઆઇડીસી પાસે એક શકમંદ શખ્સ આંટાફેરો કરતો હોય તેની તલાસી લેતા તેની પાસેથી રૂ.પ હજારનો દેશી બનાવટનું હથિયાર મળી આવ્યુ હતુ. તેની પુછપરછ કરતા આરોપીએ કબુલાત આપી હતી કે હથીયાર રૂ. પ હજારમાં ખરીદ કર્યુ હતુ. અને નફો કમાવવા રૂ.10 હજારમાં મેટોડા જીઆઇડીસી વેચવા આવ્યો હતો. આરોપીનું નામ પુછતા હરેશ ઉર્ફે રામાધણી હીરાભાઇ પરમાર (રહે. પારડી શિતળ માતાજીના મંદીર પાછળ શીવસાગર સોસાયટી) હોવાનું જણાવતા ધરપકડ કરી હતી. આરોપી અગાઉ બે વખત મારામારી અને શાપરમાં પ્રોહીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.


Related News

Loading...
Advertisement