રાજીવ સાતવ: 2017 માં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી વધુ બેઠકો અપાવવામાં મુખ્ય ભૂમિકા

17 May 2021 05:03 PM
Rajkot Politics Saurashtra
  • રાજીવ સાતવ: 2017 માં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી વધુ બેઠકો અપાવવામાં મુખ્ય ભૂમિકા

રાજકોટમાં છેલ્લે ગત નવેમ્બરમાં કોંગ્રેસનાં ધરણા કાર્યક્રમમાં સામેલ થયા હતા : ગુજરાત કોંગ્રેસનાં જુથવાદને ઘટાડવામાં નિર્ણાયક રોલ ભજવ્યો હતો: 2017માં સૌરાષ્ટ્રનાં ઈન્ચાર્જ રહ્યા બાદ સમગ્ર ગુજરાતની જવાબદારી સોંપાઈ હતી

રાજકોટ તા.17
ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી તથા પાર્ટીના સીનીયર નેતા રાજીવ સાતવ કોરોના સામેનો જંગ હારી ગયા હતા અને પુનાની હોસ્પીટલમાં સારવાર દરમ્યાન અવસાન થતા સમગ્ર રાજકીય આલમમા શોકનુ મોજુ ફરી વળ્યું હતું. ગુજરાતની 2017 ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રનાં ઈન્ચાર્જ તરીકે મહતમ બેઠકો મેળવવામાં તેઓની મુખ્ય ભૂમિકા હતી. કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે વિવિધ હોદાઓ પર અસરકારક કામગીરીનાં ઈનામરૂપે તેઓને પાંચ વર્ષ અગાઉ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી.

જોકે, 2017 ની વિધાનસભા ચૂંટણી વખતે તેઓ સહ ઈન્ચાર્જ તરીકે મહતમ બેઠકો મેળવવામાં તેઓની મુખ્ય ભુમિકા હતી. કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે વિવિધ હોદાઓ પર અસરકારક કામગીરીના ઈનામરૂપે તેઓને પાંચ વર્ષ અગાઉ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે,2017 ની વિધાનસભા ચૂંટણી વખતે તેઓ સહઈન્ચાર્જ હતા અને સૌરાષ્ટ્રનો સંપૂર્ણ હવાલો અપાયો હતો. સરકાર વિરોધી માનસ તથા પાટીદાર અનામત આંદોલન જેવા સળગતા મુદ્દાઓનો લાભ લઈને જબરજસ્ત રાજકીય રણનીતિ અપનાવી હતી અને તેના કારણે કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં બેઠકો મળી હતી.

રાજીવ સાતવનો તેમાં સિંહફાળો હતો અને રાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લેવામાં આવી હતી. કોંગ્રેસનાં સુત્રોએ કહ્યુ કે તત્કાલીન પ્રભારી અશોક ગેહલોટને અન્ય જવાબદારી બાદ રાજીવ સાતવની કામગીરીની નોંધ લઈને તેઓને સમગ્ર ગુજરાતનો હવાલો સોંપવામાં આવ્યો હતો. પ્રભારી તરીકે રાજયમાં પાર્ટીમાં આંતરીક અસંતોષ તથા આંતરીક જુથવાદ ડામવામાં અથવા હળવો કરવામાં ચાવીરૂપ ભુમિકા ભજવી હતી. ગુજરાતમાં કોંગ્રેસને પ્રજાની પડખે જ રાખવા માટે સરકાર વિરોધી એક પછી એક કાર્યક્રમો આવતા રહ્યા હતા.

નાનામાં નાના કાર્યક્રોથી માંડીને મોટા આગેવાનો સુધી તમામ સાથે ભાઈ તરીકેનો મૈત્રીભર્યો વ્યવહાર કરવાની તેઓની અનોખી આવડતથી સમગ્ર પાર્ટીમાં તેઓની ચાહના હતી રાજકોટ કોંગ્રેસનાં નેતા મહેશ રાજપુતે જણાવ્યું હતું કે તેઓ રાજકોટમાં છેલ્લે ગત નવેમ્બરમાં આવ્યા હતા. સરકાર વિરોધી ધરણા કાર્યક્રમમાં સામેલ થઈને ધરપકડ પણ વહોરી લીધી હતી. કોંગ્રેસનાં જ સુત્રોએ સ્વીકાર્યુ હતું કે રાજકોટમાં પણ કોંગ્રેસનાં તમામ આગેવાનોને એક જુથ કરવામાં પણ તેઓનું નિર્ણાયક યોગદાન રહ્યું હતું. રાજકોટ જ નહી સમગ્ર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ-આગેવાનોમાં નેતા ગુમાવ્યાનો શોક છે. પાર્ટી નેતાઓએ પણ મોટી ખોટ પડવાનો વ્યુહ વ્યકત કર્યો છે.

રાજીવ સાતવનાં અંતિમ સંસ્કારમાં ગુજરાત કોંગ્રેસનાં વિપક્ષી નેતા જોડાયા
ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવનું કોરોનાથી અવસાન થયુ હતું. માત્ર 46 વર્ષની યુવાન વયે સીનીયર નેતાના અવસાનથી સમગ્ર કોંગ્રેસ પક્ષમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આજે સવારે તેઓના વતન મહારાષ્ટ્રનાં હિંગોલી ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.ગુજરાત કોંગ્રેસનાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી તેમાં સામેલ થયા હતા અને શ્રધ્ધાંજલી આપી હતી.


Related News

Loading...
Advertisement