મિસ યુનિવર્સ 2020નો ખિતાબ મેકસીકોને એન્ડ્રીયા મેઝાને

17 May 2021 05:06 PM
Entertainment World
  • મિસ યુનિવર્સ 2020નો ખિતાબ મેકસીકોને એન્ડ્રીયા મેઝાને

મિસ યુનિવર્સ ઇન્ડિયા એડલીના કાસ્ટોલી થર્ડ રનર્સ અપ રહી

ફલોરીડા તા. 17 : કોરોના કાળ વચ્ચે પણ અમેરીકામાં યોજાયેલી મીસ યુનિવર્સ સ્પર્ધામાં મેકસીકોને એન્ડ્રીયા મેઝા પ્રથમ ક્રમે આવી છે અને 2020નો તાજ પોતાના નામે કર્યો છે. 69મો મીસ યુનિવર્સ સમારોહ ફલોરીડાના સેમીનોલ હાર્ડ રોક હોટલમાં યોજાયો હતો અને બ્રાઝીલની જુલીયા ગામા ફર્સ્ટ રનર્સ અપ, પેરુની જેનેકા સેકન્ડ રનર્સ અપ અને ભારતની એડલીના કાસ્ટોલીના થર્ડ રનર્સ અપ રહી હતી. એન્ડ્રીયાને તેના દેશમાં જો તે વડાપ્રધાન હોત તો કોરોનાની મહામારીનો કઇ રીતે મુકાબલો કરતા તેવો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેમાં કહયુ કે વાયરસને રોકવા માટે કોઇ એક કદમ પુરતુ નથી. પરંતુ સ્થિતી બગડે પહેલા જ મે લોકડાઉન લગાવી દીધુ હોત અને મૃત્યુઆંક નીચે લાવ્યુ હોત. હું લોકોની જીંદગીને આ રીતે વીખેરાતા જોઇ શકુ નહીં અને તેના આ જવાબ બદલ તેને વિજેતા જાહેર કરાઇ હતી.


Related News

Loading...
Advertisement