વાવાઝોડાની ચેતવણીને પગલે પશ્ચિમ રેલવેની 56 ટ્રેનો રદ કરાઈ, પાંચ ટ્રેનો ગંતવ્ય પહેલા રોકી દેવાશે : મુસાફરોની સલામતી માટે નિર્ણય લેવાયો

17 May 2021 05:20 PM
Rajkot Gujarat Saurashtra
  • વાવાઝોડાની ચેતવણીને પગલે પશ્ચિમ રેલવેની 56 ટ્રેનો રદ કરાઈ, પાંચ ટ્રેનો ગંતવ્ય પહેલા રોકી દેવાશે : મુસાફરોની સલામતી માટે નિર્ણય લેવાયો

રાજકોટ, તા. 17
ચક્રવાતી વાવાઝોડું તૌકતેની ચેતવણીના પગલે મુસાફરો તથા ટ્રેનોની સલામતી અને પરિચાલનને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રેનો ગંતવ્ય પહેલા રોકી દેવા નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરાયેલ યાદીમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં 17 અને 18 મે ના રોજ ચક્રવાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અથવા શોર્ટ ટર્મીનેટ કરવામાં આવશે. તા.15-16ના રોજ 14 ટ્રેનો રદ કરાઇ અને તા. 14-15ના રોજ બે ટ્રેનો ટર્મીનેટ કરવામાં આવી હતી. મુસાફરી શરૂ કરતા પહેલા મુસાફરોને આ ફેરફારો ધ્યાનમાં રાખવા વિનંતી કરવામાં આવી છે.

(17.05.2021 ના રોજ રદ કરવામાં આવેલ ટ્રેનો)
ટ્રેન નંબર 09115 દાદર-ભુજ
ટ્રેન નંબર 09455 બાંદ્રા ટર્મિનસ-ભુજ
ટ્રેન નંબર 02971 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ
ટ્રેન નંબર 02972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ
ટ્રેન નંબર 02945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા
ટ્રેન નંબર 01465 સોમનાથ-જબલપુર
ટ્રેન નંબર 04322 ભુજ-બરેલી
ટ્રેન નંબર 02755 રાજકોટ-સિકંદરાબાદ
ટ્રેન નંબર 02756 સિકંદરાબાદ-રાજકોટ
ટ્રેન નંબર 09456 ભુજ-બાંદ્રા ટર્મિનસ
ટ્રેન નંબર 09004 ભુજ-બાંદ્રા ટર્મિનસ
ટ્રેન નંબર 09116 ભુજ-દાદર
ટ્રેન નંબર 04321 બરેલી-ભુજ
ટ્રેન નંબર 01466 જબલપુર-સોમનાથ
ટ્રેન નંબર 04678 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા
ટ્રેન નંબર 01192 પુણે-ભુજ
ટ્રેન નંબર 09238 રીવા-રાજકોટ
ટ્રેન નંબર 09240 બિલાસપુર-હાપા
ટ્રેન નંબર 09572 ભાવનગર-સુરેન્દ્રનગર
ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ
ટ્રેન નંબર 09503 સુરેન્દ્રનગર-ભાવનગર
ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ

(18.05.2021 ના રોજ રદ કરવામાં આવેલ ટ્રેનો)
ટ્રેન નંબર 09116 ભુજ-દાદર
ટ્રેન નંબર 09456 ભુજ-બાંદ્રા ટર્મિનસ
ટ્રેન નંબર 02946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ
ટ્રેન નંબર 01463 સોમનાથ-જબલપુર
ટ્રેન નંબર 04312 ભુજ-બરેલી
ટ્રેન નંબર 09204 પોરબંદર-સિકંદરાબાદ
ટ્રેન નંબર 02941 ભાવનગર-આસનસોલ
ટ્રેન નંબર 06505 ગાંધીધામ-કેએસઆર બેંગલુરુ
ટ્રેન નંબર 04677 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા
ટ્રેન નંબર 09572 ભાવનગર-સુરેન્દ્રનગર
ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ
ટ્રેન નંબર 09503 સુરેન્દ્રનગર-ભાવનગર
ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ

(19.05.2021 ના રોજ રદ કરવામાં આવેલ ટ્રેનો)
ટ્રેન નંબર 08402 ઓખા-પુરી
ટ્રેન નંબર 01191 ભુજ-પુણે
ટ્રેન નંબર 09203 સિકંદરાબાદ-પોરબંદર
ટ્રેન નંબર 04679 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા
ટ્રેન નંબર 02946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ

(20.05.2021 ના રોજ રદ કરવામાં આવેલ ટ્રેનો)
ટ્રેન નંબર 02942 આસનસોલ-ભાવનગર

(21.05.2021 ના રોજ રદ કરવામાં આવેલ ટ્રેનો)
ટ્રેન નંબર 09565 ઓખા-દહેરાદૂન

શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજીનેટ કરવામાં આવેલ ટ્રેનો
18.05.2021 ની ટ્રેન નંબર 06734 ઓખા-રામેશ્વરમ ને અમદાવાદથી શોર્ટ ઓરિજીનેટ કરવામાં આવશે.
14.05.2021 ની ટ્રેન નંબર 06338 એર્નાકુલમ-ઓખા ને અમદાવાદ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
17-05-2021 ની ટ્રેન નંબર 06337 ઓખા-એર્નાકુલમ ને અમદાવાદ થી શોર્ટ ઓરિજીનેટ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement