મીની વાવાઝોડાએ પીજીવીસીએલની પોલ ખોલી : ધડાધડ 600 ફરીયાદો નોંધાણી : કોંગ્રેસ

17 May 2021 05:41 PM
Rajkot
  • મીની વાવાઝોડાએ પીજીવીસીએલની પોલ ખોલી : ધડાધડ 600 ફરીયાદો નોંધાણી : કોંગ્રેસ

પીજીવીસીએલના તંત્રને દોડતુ કરવા કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાની ઉગ્ર રજુઆત

રાજકોટ તા. 17 : રાજકોટ મહાનગરપાલીકાના વિરોધ પક્ષના પુર્વ નેતા અતુલ રાજાણી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા, (સિનીયર કોંગ્રેસ અગ્રણી), લોક સંસદ વિચાર મંચના ધીરુભાઇ ભરવાડ જણાવે છે કે રાજકોટ શહેરમાં ગઇકાલે મીની વાવાઝોડુ (80 કીલોમીટર) એ ગુજરાત પશ્ચીમ વિભાગ વીજ કંપનીની પોલ ખોલી નાખી હતી અને રાજકોટ શહેરમાં જ ધડાધડ 600 થી વધુ ફરીયાદો થવા પામી હતી અને પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરના ફોન સતત વ્યસ્ત રહેતા હતા અને અડધીકલાક સુધી ફોલ્ટ સેન્ટરના ફોન લાગતા નહોતા. કસ્ટમર કેરના 1800 233 155 333 અને 1922 ના ફોન વર્ષોની પરંપરા મુજબ નજીવા વરસાદે જ બંધ થાય છે. ફોન લાગતા ન હોવાથી ફરીયાદોને બ્રેક લાગી હતી જો ફોન ચાલુ રહયા હોત તો હજારથી વધુ ફરીયાદો નોંધાત. સામાન્ય વરસાદે અને ફકત વાવાઝોડાનું ટ્રેલર આવતા જ પીજીવીસીએલની બતી ગુલ થઇ ગઇ હતી. પીજીવીસીએલનો બેફામ ભ્રષ્ટાચાર સપાટી પર આી ગયો હતો અને ધડાધડ ત્રણ ડઝન જેટલા ટ્રાન્સફોર્મર ઉડી ગયા હતા અને અડધા રાજકોટમાં કલાકો સુધી અંધારપટ છવાયેલો રહયો હતો. પીજીવીસીએલના કોન્ટ્રાકટરો અને અધિકારીઓને બેદરકારી અને લાપરવાહી અને ભ્રષ્ટાચારને પગલે લોકોને પારાવાર હાડમારી બેઠવી પડી હતી અને બેફામ ભ્રષ્ટાચાર પોલ ખુલી ગઇ હતી. રાજકોટ મહાનગરપાલીકાના કંટ્રોલરૂમમાં ફકત 6 વૃક્ષો ધરાશાયી થયા છે. તેમ છતા અડધા રાજકોટમાં અંધારપટ છવાયો હતો. દશેરાના દિવસે જ પીજીવીસીએલ ઘોડુ દોડતુ બંધ થઇ જાય છે.પીજીવીસીએલના કસ્ટમર કેરના ફોન બંધ રહેતા હોવાથી કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાએ પીજીવીસીએલના સુપરિન્ટેન્ડન્ટ ઇજનેર કારીયા સાહેબને ચોમાસુ આવતુ હોય ત્યારે કસ્ટમર કેરના ફોન અને ઢંગધડા વગરના પીજીવીસીએલના તંત્રને દોડતુ કરવા ટેલીફોનીક ઉગ્ર રજુઆતો કરી હતી. રાજયના ઉર્જા મંત્રી સૌરભ પટેલની વાવાઝોડના ખતરાને પહોંચી વળવાની ગુલબાંગો વચ્ચે વાવાઝોડાએ ફકત ટ્રેલર બતાવતા પીજીવીસીએલનું તંત્ર સંપુર્ણપણે નાપાસ થયુ છે. ઉર્જા મંત્રીની ગુલબાંગોનુ સુરસુરીયુ થયુ છે. રાજકોટ શહેરમાં પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરી ફકત કાગળ પર રહી છે જે અડધા રાજકોટમાં અંધારપટથી સાબિત થાય છે.


Related News

Loading...
Advertisement