ઉમિયાધામ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ : ગામે ગામે ફરી 50,000 રેપીડ ટેસ્ટ કરશે

17 May 2021 05:46 PM
Rajkot
  • ઉમિયાધામ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ : ગામે ગામે ફરી 50,000 રેપીડ ટેસ્ટ કરશે

કોરોનાકાળમાં ઉમિયા માતાજી મંદિર સિદસરની અનેક પ્રવૃતિઓ : પાંચ એમ્બ્યુલન્સ ફાળવાય : 500થી વધુ ઓકસીજન સિલિન્ડરની વ્યવસ્થા કરાઇ :

રાજકોટ તા. 17 : કોરોનાની બીજી લહેરમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેડીકલ સુવીધા અને સાધનોના અભાવની નાગરીકો મુશ્કેલી અનુભવી રહયા છે. ત્યારે ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા સમાજ શ્રેષ્ઠીઓના સહયોગ અને સ્થાનીક કાર્યકરોના સહકારથી સિદસર, જામજોધપુર, ધ્રોલ સહીત અનેક સેન્ટરોમાં ઉમા કોવિડ કેરનો પ્રારંભ કરી લોકોને મદદરૂપ બની રહયું છે. ઉમિયા માતાજી મંદિર સિદસરની ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સમીતીના સભ્યોની મીટીંગ તારીખ 08/05/2021 શનીવારના રોજ સંસ્થાના પ્રમુખશ્રી જેરામભાઇ વાંસજાળિયા તથા ચેરમેન શ્રી મૌલેશભાઇ ઉકાણીની હાજરીમાં ઓનલાઇન મળશે. જેમાં 100 થી વધુ સભ્યોગે ભાગ લીધેલ.

મિટીંગની શરૂઆતમાં કોરોનાને લીધે અવસાન પામેલ સમાજના સૌ સભ્યોને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ. સિદસર સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં અનેગામોમાં ઉમા કોવિડ કેર સેન્ટરકાર્યરત છે. પાંચ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પ0000 રેપીડ ટેસ્ટ કીટની વ્યવસ્થા કરી ગામે ગામ ટેસ્ટીંગ શરુ કરવામાં આવેલ છે. પ00 થી વધુ ઓકસીજન સીલીન્ડરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા (KPSNA) દ્વારા 100 ઓકિસજન કોંસન્ટેટર મળેલ છે અને હજુ 300 થી વધુ ઓકિસજન કોંસન્ટેટર મળનાર છે.

જેમનું સૌરાષ્ટ્રના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ઉપયોગ થઇ રહયો છે-થનાર છે. KPSNA તરફથી છ એમ્બ્યુલન્સ પણ મળેલ છે. કોરોના વૈશ્વીક મહામારીને કારણે સમાજના કેટલાય પરિવારો છિન્નભિન્ન થઇ ગયેલછે કેટલાક પરિવારોમાં ઘરની કમાનાર મુખ્ય વ્યકિતનું અવસાન થતા પરિવાર તકલીફ અનુભવી રહયો છે. કેટલાય પરિવારોમાં માતા પિતાનું અવસાન થતા બાળકો નોંધારા બનેલ છે. સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના તમામ ગામોમાં આ અંગેનો સર્વે હાથ ધરવામાં આવશે તથા આવા તમામ પરિવારોની ઓળખ મેળવી તેમને સહાયરૂપ થવાનું આયોજન કરવામાં આવેલ છે.

જે પરિવારમાં કમાનાર કોઇ ન હોય અને માત્ર બાળકો હોય તેવા શિક્ષણની વ્યવસ્થા સમાજની શૈક્ષણિક સંસ્થાઓ તથા સમાજના શ્રેષ્ઠીઓની મદદથી કરવામાં આવશે. કોરોના મહામારીને કારણે પરિવારમાં કમાનાર મુખ્ય વ્યકિતનું મૃત્યુ થયેલ હોય એવા જરૂરિયાતમંદ પરિવારને (1) જરૂરિયાત મુજબ આર્થિક સહાય (2) બાળકોના શિક્ષણની વ્યવસ્થા તથા (3) રોજગાર નોકરી આપવા માટે મદદરૂપ થવાનું આયોજન ઉમિયાધામ-સિદસર દ્વારા કરવામાં આવેલ છે. આ માટે ખાસ ઉમા આશીર્વાદ યોજના શરૂ કરવામાં આવશે.

આ મીટીંગમાં ઉપપ્રમુખ શ્રી ચિમનભાઇ સાપરિયા, ટ્રસ્ટીશ્રી બી.એચ. ઘોડાસરા, રમણીકભાઇ ભાલોડિયા, ભુપતભાઇ ભાયાણી, પરસોતમભાઇ ફળદુ, જેન્તીભાઇ કાલરિયા, રસિકભાઇ ફળદુ, નરસિંહભાઇ માકડિયા, મનસુખભાઇ પાણ, રમેશભાઇ રાણીપા, દિનેશભાઇ દેલવાડિયા, અજેશભાઇ ભુવા, પ્રભુદાસભાઇ ભેંસદડિયા, પ્રભુદાસભાઇ કણસાગરા, નરેન્દ્રભાઇ વિરમગામા, દિલીપભાઇ ધરસંડિયા, ત્રિભુવનભાઇ વાંસજાળિયા, અમિતભાઇ ત્રાંબડિયા, કૌશિકભાઇ રાબડિયા વિગેરે હાજર રહયા હતા.

કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા (KPSNA) દ્વારા ઉમિયાધામ સિદસરને એમ્બ્યુલન્સ અર્પણ
પોતાની માતૃભુમીમાં કોરોના પીડીત ભાઇ-બહેનોને તાત્કાલીક ધોરણે સહાય મળી રહે તેવા હેતુસર અમેરીકા અને કેનેડામાંથી કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરીકા (KPSNA) ના આગેવાનો દ્વારા ઉમિયા માતાજી મંદિર સિદસર તથા રાજકોટના ક્રાંતી માનવ સેવા ટ્રસ્ટને ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા તથા ટ્રસ્ટી બી.એચ. ઘોડાસરાના હસ્તે એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ. ઉધોગપતિઓ મુળજીભાઇ ભીમાણી, શાંતીભાઇ ફળદુ, ક્રાંતી માનવ ટ્રસ્ટના સંજયભાઇ હીરાણી, ઉમિયા પરિવાર પ્રકાશન સમિતિના ચેરમેન જે.એમ. પનારા, ઉમિયા પરિવારના સંપાદક રજનીભાઇ ગોલ, ઉમિયા પરિવાર સંગઠન સમિતીના કાંતીભાઇ ઘેટીયા, પ્રફુલભાઇ કાથરોટીયા, હરીભાઇ કલોલા, રાજુભાઇ ત્રાંબડીયા સહીતના કાર્યકરો હાજર રહયા હતા.


Related News

Loading...
Advertisement