નોકરીમાં કાયમી કરવા મુદ્દે લેબ ટેકનિશ્યોના આજથી અચોકકસ મુદતના વિરોધ પ્રદર્શન

17 May 2021 05:48 PM
Rajkot
  • નોકરીમાં કાયમી કરવા મુદ્દે લેબ ટેકનિશ્યોના આજથી અચોકકસ મુદતના વિરોધ પ્રદર્શન

5+3 વર્ષ પુર્ણ કરવા છતાં કાયમી નોકરીની નિમણુંક નથી મળી: લેબ ટેકનિશ્યન

રાજકોટ તા.17
નોકરીનાં પાંચ પ્લસ ત્રણ વર્ષ પુરા કરવા છતા કાયમી નિમણુંક ન અપાતા અને આ મામલે ગાંધીનગર ખાતે અનેકવાર રજુઆત છતાં કાયમી નિમણુંક ન મળતા હવે રાજકોટ સ્થિત પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે વિવિધ વિભાગમાં ફરજ બજાવતાં લેબ ટેકનિશયોએ આજે બેનર્સ સાથે દેખાવો કર્યા હતા અને ન્યાય નહી મળે તો અચોકકસ મુદત સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની ચેતવણી આપી છે. આ અંગેના આવેદનમાં લેબ ટેકનિશ્યનો લેબ આસીસ્ટન્ટોએ આવેદનમાં જણાવ્યું છે કે અમે 2012-13 ની સુધી ભરતીમાં નિમણુક મેળવી છે. પ ઉપરાંત 3 વર્ષ પૂર્ણ થવા છતાં અમને કાયમી નિમણુંક મળી નથી. આ મામલે ગાંધીનગરમાં લેખીત અને મૌખીક રજુઆત કરવામાં આવી હોવા છતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. આ મહામારીમાં અમે કોરોના વોરીયર્સ તરીકે કામગીરી કરી છે. ર્અને રાત-દિવસ પરિવારની ચિંતા કર્યા બાદ કામગીરી બજાવી છે. જો અમને તા.7-5 ની રજુઆત બાદ અમને ન્યાય નહિં મળે તો આજથી અચોકકસ મુદત સુધી વિરોધ-પ્રદર્શન ચાલુ રહેશે.


Related News

Loading...
Advertisement