અલ અકસા મસ્જીદને હાથ ન લગાડતા: તુર્કીની ઇઝરાયેલને ચેતવણી

17 May 2021 05:49 PM
India Top News
  • અલ અકસા મસ્જીદને હાથ ન લગાડતા: તુર્કીની ઇઝરાયેલને ચેતવણી

પવિત્ર ધર્મસ્થાન આસપાસ રહેતા આરબ મુસ્લિમોને ખસેડવાની ઇઝરાયેલની યોજના સામે મુસ્લિમ દેશોમાં વ્યાપક વિરોધ : પાકિસ્તાને પણ ઝંપલાવ્યુ

જેરુસલામ તા. 17 : ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા જંગમાં ગઇકાલે ઇઝરાયેલી સેનાએ ગાઝા સીટીમાં વ્યાપકપણે હવાઇ હુમલા કર્યા હતા અને મોટાપાયે ખુવારી સર્જાઇ હતી. વડાપ્રધાન બેન્જામીન નેતાનયાહુના આદેશના પગલે ઇઝરાયેલ હવાઇદળના 1 ડઝન જેટલા વિમાનોએ પેલેસ્ટાઇન પર કાર્પેટ બોમ્બીંગ કર્યુ હતુ અને તેમાં 4ર જેટલા પેલેસ્ટાઇનના નાગરીકો માર્યા ગયા હતા. બીજી તરફ હવે તુર્કીએ આ વિવાદમાં ઝંપલાવવાનો સંકેત આપી દીધો છે અને તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆન એ ચેતવણી ઉચ્ચારી હતી કે જો જેરુલામમાં અલ અકસા મસ્જીદ ભણી ઇઝરાયેલની સેના જશે તો અમે તેને રોકવા આ યુધ્ધમાં ઝંપલાવશુ. અલ અકસા મસ્જીદે મુસ્લીમો માટે ખાસ ધાર્મીક સ્થળ છે જયાં મહંમદ પૈગમ્બર એ જન્નત ભણી પ્રયાણ કર્યુ હોવાનું માનવામાં આવે છે અને ઇઝરાયેલની સેના આ વિસ્તારમાં વસેલા આરબ મુસ્લીમોને ખસેડવાની યોજના બનાવી રહી છે તે વચ્ચે તુર્કી સહીતના અનેક દેશોમાં દેખાવો શરુ થયા છે. આ મસ્જીદ અને તેની આસપાસમાં ઇસાઇ ધર્મ તથા યહુદીઓનો પણ મહત્વના ધર્મસ્થાન આવેલ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન એ પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે ફોન પર વાતચીત કરી હતી અને બાદમાં તુર્કીના રાષ્ટ્રપતિ એ જાહેર કર્યુ કે મસ્જીદની સલામતી એ અમારી પ્રાથમીકતા છે અને અમે તે કોઇપણ ભોગે નીભાવશુ.


Related News

Loading...
Advertisement