બળાત્કારના ખોટા આરોપના કેસમાં 31 વર્ષ જેલમાં વિતાવનાર અમેરિકન બંધુઓને રૂા.પપ0 કરોડનું વળતર

17 May 2021 05:50 PM
Crime India World
  • બળાત્કારના ખોટા આરોપના કેસમાં 31 વર્ષ જેલમાં વિતાવનાર અમેરિકન બંધુઓને રૂા.પપ0 કરોડનું વળતર

કોરોલીના તા. 17 : અમેરીકામાં બે બ્લેક યુવક પર 1983માં 11 વર્ષની છોકરી પર બળાત્કારના આરોપ મુકાયા બાદ 31 વર્ષ સુધી બંને જેલમાં રહયા હતા. પરંતુ આ આરોપ ખોટો સાબીત થતા બંનેને જરુરી દ્વારા રૂ.પપ0 કરોડ (7પ મિલીયન ડોલર) નું વળતર ચુકવવા રાજય સરકારને આદેશ આપ્યો છે. પિતરાઇ ભાઇઓ હેનરી મેકયુલમ અને લીયોન બ્રાઉનને ર014માં આરોપ મુકત કરાયા હતા. ડીએનએના પુરાવાના આધારે બંનેની આ બળાત્કારમાં કોઇ સંડોવણી નહી હોવાનું જાહેર થયુ હતુ. કોરોલીનાના રેડ સ્પ્રીંગ વિસ્તારમાં આ ઘટના બની હતી અને તે સમયે બંને ટીનેજ હતા. મેકયુલમ 19 વર્ષ અને બ્રાઉન 1પ વર્ષનો હતો અને બંનેને દોષીત ગણીને જીવનભરની જેલ સજા કરવામાં આવી હતી. પરંતુ તેમના કુટુંબે આ ચુકાદા સામે વળતી લડત આપી હતી. જયુરીએ તમામ પુરાવાઓ ખાસ કરીને જે પુરાવા પર ધ્યાન નહોતી અપાયુ તે ફરી ચકાસણી કરી હતી અને બંને નિર્દોષ પુરવાર થયા હતા. તથા ખોટી રીતે બંનેને જેલમાં રહેવુ પડયુ તે બદલ આ જંગી રકમનું વળતર અપાયુ છે જેમાં બંને 31-31 મિલીયન ડોલર મેળવશે. તેઓએ જેટલા વર્ષ જેલમાં પસાર કર્યા તેમાં દર વર્ષના 1 મિલીયન ડોલર તથા 13 મિલીયન ડોલરની રકમ તેઓને જે માનસીક અને શારીરીક સહન કરવુ પડયુ તે બદલ ચુકવવા આદેશ આપ્યો હતો.


Related News

Loading...
Advertisement