સાયકલ કચરા ગાડીમાં કોરોના દર્દીનો મૃતદેહ લઈ જવો પડયો

17 May 2021 05:51 PM
India Top News
  • સાયકલ કચરા ગાડીમાં કોરોના દર્દીનો મૃતદેહ લઈ જવો પડયો

બિહારમાં નીતીશના હોમ-જીલ્લાની ઘટના, રાજદએ કહ્યું, આ સુશાસનનો નમૂનો

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણમાં મૃત્યુ પામતા ગરીબ વર્ગના લોકોના પરિવારજનો પાસે નથી એમ્બ્યુલન્સ કે શબવાહીની ભાડે કરવાના નાણા હોતા અને એક બાદ એક રાજયોની સરકાર પણ આ ગરીબોની મદદ કરતી નથી. તેથી એક તરફ ગંગા નદીમાં સેંકડો મૃતદેહ વહાવવા પડે છે તો બીજી તરફ ગરીબો ખભે મૃતદેહ લઈને જતા હોય તેવી તસ્વીરો પણ વાયરલ થઈ રહી છે તે વચ્ચે બિહારના નાલંદાથી કોરોનાના એક દર્દીના મૃત્યુ પછી તેના પાર્થિવદેહને નગરપાલીકાની કચરો એકત્ર કરવાની સાયકલ-કચરાગાડી લઈ જવાતો હોવાની તસ્વીર વાયરલ થતા સમગ્ર બિહારનું તંત્ર ધ્રુજી ઉઠયું છે. આ તસ્વીર રાજયના નાલંદા જીલ્લાના એક ગામડાની છે. જેમાં મૃતદેહને સાયકલ સાથે જોડાયેલી ગાડી સાયકલ કચરા ગાડીમાં લઈ જવાતો હતો.


નાલંદાના સીવીલ સર્જન ડો. સુનીલકુમારે જણાવ્યું કે આ અંગે એ તપાસ કરવાના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે પગલા લેવાશે.નાલંદાએ નિતીશકુમારનો વતન જીલ્લો છે અને રાજદના વડા તેજસ્વી યાદવે આક્રોશ દર્શાવતા કહ્યું કે આ જીલ્લામાં 16 વર્ષથી નીતીશ ચૂંટાય છે અને સાતમાંથી છ ધારાસભ્યો અને સાંસદ પણ તેના પક્ષના છે. છતાં પણ રાજયના આરોગ્ય તંત્રની હાલત આવી છે જે નિતીશનું સુશાસનની ચાડી ખાય છે.


Related News

Loading...
Advertisement