રવિવારે 372 કોરોના કેસ બાદ આજ બપોર સુધીમાં નવા 40 કેસ : રીકવરી રેટ 94% પાર

17 May 2021 05:52 PM
Rajkot
  • રવિવારે 372 કોરોના કેસ બાદ આજ બપોર સુધીમાં નવા 40 કેસ : રીકવરી રેટ 94% પાર

ગઇકાલે ફરી 7.76% જેવો પોઝીટીવીટી રેટ નોંધાયો : 2187 દર્દી સારવાર હેઠળ

રાજકોટ, તા. 17
રાજકોટ મહાનગરમાં આજે ખુલતા સપ્તાહે બપોર સુધીમાં કોરોનાના માત્ર 40 કેસ નોંધાયા છે. તો રીકવરી રેટ નવી આશા સાથે 94 ટકાને પાર થયો છે. ગઇકાલે રવિવારે માત્ર 4791 કોરોના ટેસ્ટ કરવામાં આવતા 7.76 ટકા એટલે કે 372 નાગરીકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ રેશીયો પણ ઉંચો રહ્યો છે. જોકે સામે 518 નાગરિકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે બપોર સુધીના 40 સહિત કુલ દર્દીઓનો આંકડો 39871 પર પહોંચ્યો છે. તો રીકવરી રેટ 94.07 ટકા થતા આજ સુધીમાં 37471 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ 10.98 લાખ ટેસ્ટીંગમાંથી પોઝીટીવીટી રેટ 3.63 ટકા રહ્યો છે. ગઇકાલની સ્થિતિએ 2187 લોકો સારવાર હેઠળ છે. તો સત્તાવાર મૃત્યુ આંક 446 થયો છે. રવિવારે 21052 લોકોનો સર્વે કરવામાં આવતા શરદી, ઉધરસ, તાવના લક્ષણવાળા 44 લોકો મળ્યા હતા. રવિવારે પણ 77 ધનવંતરી રથે 13241 લોકોની ઓપીડી કરી હતી. તો 75 ધનવંતરી રથ દ્વારા 998 પરિવારોની વિઝીટ કરવામાં આવી હતી. 104 હેલ્પલાઇન પર 66 અને 108 હેલ્પલાઇન પર 43 કોલ આવ્યાનું જિલ્લા તંત્રના રીપોર્ટમાં જણાવાયું હતું.


Related News

Loading...
Advertisement