મુંજકાના નદી કાંઠેથી લોકોનું સ્થળાંતર : બે કંટ્રોલ રૂમ ધમધમતા : નાગરિકો કામ વગર બહાર ન નીકળે

17 May 2021 05:56 PM
Rajkot
  • મુંજકાના નદી કાંઠેથી લોકોનું સ્થળાંતર : બે કંટ્રોલ 
રૂમ ધમધમતા : નાગરિકો કામ વગર બહાર ન નીકળે

ફાયર બ્રિગેડ દ્વારા વિસ્તારોમાં માઇકથી ચેતવણી : સૌને સતર્ક રહેવા પદાધિકારીઓની અપીલ

રાજકોટ, તા. 17
રાજકોટમાં વાવાઝોડાના ખતરા વચ્ચે લોકોને બે દિવસ કામ વગર બહાર ન નીકળવા મનપાના પદાધિકારીઓએ અપીલ કરી છે અને મુંજકા પાસે નદી કાંઠેથી લોકોનું સ્થળાંતર પણ શરૂ કરાવ્યું છે.મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, અને દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, આ વાવાઝોડું આજે અને 18 બે દિવસ સૌરાષ્ટ્ર તરફ આવવાની શકયતા છે. વાવાઝોડાના કારણે ખુબ જ પવન ફુંકવાનો તેમજ ભારે વરસાદ પણ આવી શકે છે જેથી રાજકોટ શહેરના નગરજનો બે દિવસ જાગૃત રહે અને કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળે તેવી અપીલ કરી છે.


ગઈકાલે રાત્રે 8 વાગ્યા પછી શહેરમાં વાવાઝોડાનો કરંટ દેખાયેલ. જેના કારણે જુદા જુદા વિસ્તારો જેવા કે, અમીન માર્ગ, સહકાર મેઈન રોડ, કોઠારીયા રોડ, ભગવતી પરા, જંગલેશ્વર, સાધુ વાસવાની રોડ, વિગેરે સ્થળોએ ઝાડ પડવાના બનાવો બન્યા. જેમાં કોઈ જાનહાનીની ઘટના બનેલ નથી. તમામ જગ્યાઓએ ઝાડનું ટ્રીમીંગ કરી ખસેડવાની કામગીરી પૂર્ણતાને આરે છે. તેમજ રાત્રે ફાયર બ્રિગેડ દ્વારા પણ નદી કાંઠા વિસ્તારોમાં સતત રાઉન્ડ લેવામાં આવ્યા હતા.


બે દિવસ વાવાઝોડું રૂદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શકયતા હોય જેથી જરૂર જણાયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નદી કાંઠાના વિસ્તારોના રહેવાસીઓની જુદી જુદી સ્કુલોમાં સ્થળાંતર કરવાનું તેમજ હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આ તમામ વિસ્તારોમાં માઈક દ્વારા લોકોને જાગૃત કરવા એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વોર્ડ નં.9માં મુંજકા પાસે નદી કાંઠા વિસ્તાર પાસે આવેલ ટીટોડીયા તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા લોકોને મુંજકામાં આવેલ શાળામાં શીફ્ટીંગ કરવામાં આવશે.
વાવાઝોડાના અનુસંધાને જયુબેલી ગાર્ડન ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરેલ છે. ઉપરાંત સેન્ટ્રલ ઝોનના ફાયર બ્રિગેડ ખાતે પણ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. તેમજ શાસક પક્ષના કોર્પોરેટરો, અધિકારીને સતત સતર્ક રહેવા જણાવવા આવેલ છે. આ વાવાઝોડાની ગંભિરતા ધ્યાને લઇ શહેરીજનો જાગૃત રહે તેવી ફરીને અપીલ કરી છે.


Related News

Loading...
Advertisement