અદાર પુનાવાલાના પિતા પણ લંડન પહોંચી ગયા

17 May 2021 06:04 PM
India
  • અદાર પુનાવાલાના પિતા પણ લંડન પહોંચી ગયા

પુરો પરિવાર હવે ભારત બહાર

નવી દિલ્હી: સીરમ ઈન્સ્ટીટયુટના સીઈઓ અદાર પુનાવાલા પરિવાર સાથે લંડન પહોંચી ગયા બાદ તેના પિતા અને ગ્રુપ ચેરમેન સાયરસ પુનાવાલા પણ લંડન પહોંચી જતા સમગ્ર પરિવાર દેશ છોડી રહ્યો હોવાની અટકળો તેજ બની છે પણ સાયરસ પુનાવાલાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ દરેક વર્ષે આ સમયે પરિવાર સાથે લંડનમાં જ રહે છે. અમારા માટે લંડન આવવું કોઈ નવી બાબત નથી. સીરમ ઈન્સ્ટીટયુટ તેના વેકસીનના નવા એકમનું બ્રિટનમાં સ્થાપના કરી રહી છે અને તેથી અહી તેઓ આવી પહોંચ્યા હોવાનું મનાય છે. હાલમાં જ વેકસીન મુદે પુનાવાલા પરિવારને શક્તિશાળી રાજનેતાઓ તરફથી ધમકીઓ મળી રહી હોવાની ફરિયાદ પણ આ કુટુંબે કરી હતી.


Related News

Loading...
Advertisement