કોવિડમાં વરદાન રૂપ ટુ-ડીજી દવા લોન્ચ: દર્દીની ઝડપી રીકવરી: ઓકસીજનની જરૂર ઘટશે

17 May 2021 06:06 PM
India
  • કોવિડમાં વરદાન રૂપ ટુ-ડીજી દવા લોન્ચ: દર્દીની ઝડપી રીકવરી: ઓકસીજનની જરૂર ઘટશે

પાવડર સ્વરૂપની દવા: 5-6 ડોઝ જરૂરી રહેશે : સંરક્ષણમંત્રી રાજનાથ દ્વારા 10000 ડોઝના પેક ખુલ્લા કરાયા: હાલ એઈમ્સ-ડીઆરડીઓ હોસ્પીટલમાં ઉપલબ્ધ રહેશે

નવી દિલ્હી:
દેશમાં કોરોનાના દર્દીઓ માટે મોટી રાહતરૂપ ડીફન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ની દવા ટુ-ડીજી આજે સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંઘના હાથે લોન્ચ કરવામાં આવી હતી. આ દવા પાઉડર સ્વરૂપની છે અને તે કોરોનાના દર્દીની સારવારની સમાંતર અપનાવાતી થેરાપી છે જે આપવાથી દર્દીને સરેરાશ 2-3 દિવસ હોસ્પીટલમાં ઓછુ રહેવું પડશે તેને ઓકસીજન સપોર્ટથી પણ ઓછામાં ઓછી આવશ્યકતા રહેશે. શ્રી રાજનાથસિંઘે કહ્યું કે દેશમાં આ સંસ્થાએ ફકત સંરક્ષણ જ નહી તબીબી સહિતના ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. ડીઆરડીઓના વડા જી.સતીષ રેડ્ડીએ જણાવ્યું કે આ પાઉડર સ્વરૂપની દવા વાયરસથી સંક્રમીત થયેલા કોષો પર સીધી અસર કરશે અને શરીરની ઈમ્યુન સીસ્ટમ પર તે સફળતાપૂર્વક કામ કરશે. આ દર્દીની હાલત અને ડોકટરની સલાહ મુજબ 5-7 દિવસ રોજના બે ડોઝ આપવાના રહેશે. હાલ આ પાઉડર સ્વરૂપની દવાના 10000 ડોઝ તૈયાર કરાયા છે અને તે એઈમ્સ તથા ડીઆરડીઓની હોસ્પીટલમાં તમોએ આ દવા લેવાથી દર્દીને હોસ્પીટલમાં રહેવામાં 2-3 દિવસની રાહત થશે અને તેને કૃત્રિમ ઓકસીજનની જરૂર ઓછી રહેશે. આ દવાનું પરીક્ષણ કોવિડના 220 દર્દીઓ પર ગુજરાત સહિતના રાજયોએ પરીક્ષણ કરાયું હતું અને તે સફળ રહ્યું છે.


Related News

Loading...
Advertisement