એર ઇન્ડિયાની મુંબઇની ફલાઇટ રદ

17 May 2021 06:15 PM
India
  • એર ઇન્ડિયાની મુંબઇની ફલાઇટ રદ

તાઉતે વાવાઝોડાના પગલે રાજકોટ એરપોર્ટ પર સાંજે પાંચ વાગ્યા આસપાસ આવતી એર ઇન્ડિયાની મુંબઇની ફલાઇટ રદ કરાઇ છે. એર ઇન્ડિયાના રાજકોટ સ્થિત અધીકારી હરીઓમ શર્માના જણાવ્યા મુજબ મુંબઇમાં રનવે કલોઝ કરી દેવાયા છે. બીજી તરફ સાંજે પાંચ વાગ્યા આસપાસ વાવાઝોડુ દીવ ખાતે પહોંચે તેવી સંભાવના છે. જેના કારણે રાજકોટમાં પણ તોફાની પવન ફુંકાય તેવી શકયતા છે. આ બધા એલર્ટના પગલે ફોરકાસ્ટ દ્વારા રાજકોટ એરપોર્ટ પર લેન્ડ કે ટેક ઓફ પોલીબલ ન હોવાનો અભિપ્રાય આપ્યો છે. જેને પગલે સાંજે રાજકોટ ખાતે લેન્ડ થતી એર ઇન્ડિયાની મુંબઇની ફલાઇટ રદ કરાઇ છે. સવારે કોઇ અડચણ ન હોવાથી દિલ્હીની ફલાઇટ લેન્ડપણ થઇ હતી અને પર દિલ્હી જવા ટેક ઓફ પણ કર્યુ હતુ. પરંતુ સાંજના સમયે વધુ ઝડપથી પવન ફુંકાવાનો હોવાની સંભાવના છે. તેથી મુંબઇની ફલાઇટ રદ થઇ છે.


Related News

Loading...
Advertisement