દવા વિતરણનું કામ નેતાઓનું નથી: દિલ્હીના પાટીલ પ્રકારના અગ્રણીઓને હાઈકોર્ટની તાકીદ

17 May 2021 06:15 PM
India
  • દવા વિતરણનું કામ નેતાઓનું નથી: દિલ્હીના પાટીલ પ્રકારના અગ્રણીઓને હાઈકોર્ટની તાકીદ

તમોએ સરકારી વ્યવસ્થા સુધારી દરેકને દવા મળે તે જોવું જોઈએ. તમામ જથ્થો આરોગ્ય વિભાગને સુપ્રત કરવા જણાવ્યું

નવી દિલ્હી: દેશમાં કોરોનાકાળમાં પણ ‘મત’ લબ જોતા શક્તિશાળી નેતાઓ દ્વારા રેમડેસીવીર ઈન્જેકશન તથા ઓકસીજન સીલીન્ડર બારોબર મેળવીને તેમના મતવિસ્તારમાં વિતરણ કરવાના કૃત્યમાં દિલ્હી હાઈકોર્ટ આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે દવાઓ એકત્ર કરવી તે નેતાઓનું કામ નથી. ફકત રાજકીય ફાયદા માટે આ પ્રકારના કૃત્યો થવા જોઈએ નહી. ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલથી લઈને દિલ્હીમાં યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓ દ્વારા રેમડેસીવીર સહિતની કોરોના દવાઓ તો જથ્થો એકત્ર કરવા પર હાઈકોર્ટે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો તમો લોકોનું ભલું ઈચ્છો છો તો જે દવાઓના સંગ્રહ અને કાળાબજાર થઈ રહ્યા છે તેની સામે કારગર તંત્ર ગોઠવીને વ્યવસ્થા સુધારો અને સરકારી સ્તરે તમામ દવાઓ ઉપલબ્ધ બની રહે તે જોવું જોઈએ. દિલ્હીમાં પોલીસે અનેક રાજકીય નેતાઓના દવા સહિતના કાર્યોને અટકાવી દીધા છે.


Related News

Loading...
Advertisement