જથ્થાબંધ ફુગાવો 10.49%: મોંઘવારી આવી વૈશ્વીક કોમોડીટીના ભાવ વધતા ફુગાવા પર અસર

17 May 2021 06:17 PM
India
  • જથ્થાબંધ ફુગાવો 10.49%: મોંઘવારી આવી વૈશ્વીક કોમોડીટીના ભાવ વધતા ફુગાવા પર અસર

નવી દિલ્હી: દેશમાં મોંઘવારીના સંકેત સમાન જથ્થાબંધ ફુગાવો 10.49 ટકા જેવો નોંધાયો છે. માર્ચ માસમાં 7.39% ફુગાવો નોંધાયો હતો જેમાં ઉછાળો આવ્યો છે. વૈશ્ર્વિક રીતે કોમોડીટીના ભાવમાં થયેલા વધારાના કારણે ભારતમાં ફુગાવાનો દર ઉંચો ગયો છે. ખાસ કરીને ક્રુડતેલના ભાવમાં વધારો તથા ઉત્પાદકીય ચીજોના કાચા માલના ભાવ વધ્યા છે. હાલમાં જ એપ્રીલનો છૂટક ફુગાવો 4.29% નોંધ્યા પછી આ રીતે જથ્થાબંધ ફુગાવો વધતા આગામી સમયમાં છૂટક ફુગાવો પણ ઉંચો જશે.


Related News

Loading...
Advertisement