ભારે પવનમાં ટેસ્ટીંગ બુથો વેરવિખેર થયા, કાર-મકાનો પર વૃક્ષો પડયાના બનાવો બન્યા

17 May 2021 06:18 PM
Rajkot
  • ભારે પવનમાં ટેસ્ટીંગ બુથો વેરવિખેર થયા, કાર-મકાનો પર વૃક્ષો પડયાના બનાવો બન્યા
  • ભારે પવનમાં ટેસ્ટીંગ બુથો વેરવિખેર થયા, કાર-મકાનો પર વૃક્ષો પડયાના બનાવો બન્યા

રાજકોટમાં ગત રાત્રે 80 થી 8પ પ્રતિ કિમીની ઝડપે પવન ફુંકાયો : 8 સ્થળોએ વૃક્ષ ધરાશાયી : ફાયર બિગ્રેડ દોડતુ રહયું, અનેક માર્ગો પર પડેલા ઝાડ દૂર કરાયા

રાજકોટ તા. 17
ગઇકાલે રાત્રે 8 વાગ્યા આસપાસ રાજકોટમાં ભારે પવન ફુંકાયો હતો જેમાં ટેસ્ટીંગ બુથો વેરવિખેર થયા હતા. તો કેટલાક સ્થળો પર કાર અને મકાનો પર વૃક્ષો પડયાના બનાવો બન્યા હતા. ગત રાત્રે શહેરમાં 80 થી 85 કીમીની ઝડપે પવન ફુંકાયો હતો. જેમાં 8 સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયાનું જાણવા મળે છે.

ફાયર બ્રિગેડની ટીમો આ બનાવો બાદ દોડતી થઇ હતી. સાધુ વાસવાણી રોડ પર પારીજાત સોસાયટી સામે ટોપલેન્ડ રેસીડેન્ડમાં રહેતા હિરેનભાઇના ઘર ઉપર વૃક્ષ પડયુ હતુ. જોકે કોઇ નુકસાન કે જાનહાની થઇ નહોતી. કાલાવડ રોડ નજીક લીંબુડીવાડી મેઇન રોડ પર સુજીતભાઇ ઉદાણીના ઘર પાસે વૃક્ષ ધરાશાયી થતા તેમની અને અન્ય એક મળી કુલ ર કાર વૃક્ષ હેઠળ દબાઇ હતી. કારમાં નુકસાન થયુ હતુ.

કાલાવડ રોડ પરના સ્વામીનારાયણ મંદિર પાછળ વ્રજ વાટીકા સોસાયટીમાં રહેતા શૈલેષભાઇએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી કે કાર ઉપર વૃક્ષ પડી ગયુ છે. ફાયર ટીમે પહોંચી પડેલુ વૃક્ષ દુર કર્યુ હતુ. કારમાં થયેલુ ચોકકસ નુકસાન જાણવા મળ્યુ નથી. ઉમાકાંત પંડિત ઉધોગનગર શેરી નં. 3 માં આરએમસીની સ્કુલ નં. 81 પાસે માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થઇ ગયો હતો. ફાયર બ્રિગેડને જાણ થતા તુરંત વૃક્ષ દુર કરાયુ હતુ.

આ ઉપરાંત અંકુરનગર મેઇન રોડ, ગોકુલધામ, ન્યુ ગીતાનગર-3 અને સ્વામીનારાયણ ચોકમાં ઝાડ ભારે પવનના કારણે રસ્તા પર પડયા હતા. જેને દુર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. આજીડેમ ચોકડી ખાતે પણ તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ફાયર સ્ટાફ એમ્બ્યુલન્સ સાથે દોડી ગયો હતો. વૃક્ષ હટાવી રસ્તો ખુલ્લો કરાયો હતો. કોઇ જાનહાની થઇ નહોતી.

રેસકોર્ષમાં ટેસ્ટિંગ બુથોનો કડુસલો નિકળી ગયો
રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે ડ રાઇવ ઇન થ્રુ ટેસ્ટિંગ બુથો ઉભા કરાયા હતા. ગઇકાલે રાત્રે ભારે પવન ફુંકાતા આ બુથોનો કડુસલો નીકળી ગયો હતો. તેમજ ભકિતનગર સર્કલ ખાતે પણ એક એક ટેસ્ટિંગ બુથ ભારે પવનમાં વેર વિખેર થયુ હતુ.


Related News

Loading...
Advertisement