રાહત : ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 1 લાખથી ઓછા થયા : નવા 7135 સામે આજે 12000 દર્દીઓ ડિસ્ચાર્જ

17 May 2021 08:21 PM
Government Gujarat
  • રાહત : ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 1 લાખથી ઓછા થયા : નવા 7135 સામે આજે 12000 દર્દીઓ ડિસ્ચાર્જ

● વધુ 81ના મોત બાદ મૃત્યુઆંક 9202 થયો, હાલ 99620 એક્ટિવ કેસ, રિકવરી રેટ 85.68 ટકા ● 759754 કુલ સંક્રમિતો સામે 650932 લોકો ડિસ્ચાર્જ થયા : હાલ 762 દર્દીઓ વેન્ટિલેટર ઉપર

રાજકોટઃ
કોરોનાની બીજી લહેર શાંત પડી રહી હોય તેમ નવા કેસો દિનપ્રતિદિન ઘટી રહ્યા છે. તેની સામે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 1 લાખથી પણ ઓછા થયા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 7.59 સંક્રમિતો સામે 650932 લોકો ડિસ્ચાર્જ થયા છે. હાલ 99620 એક્ટિવ કેસ છે અને રિકવરી રેટ 85.68 ટકા થયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 7135 કેસો નોંધાયા છે અને 81 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે 12342 દર્દીઓ સાજા થયા થયા છે. રાજ્યમાં કુલ 762 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 98858 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 9202 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 759754 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 2377, વડોદરા 701, સુરત 518, જુનાગઢ 382, જામનગર 283, રાજકોટ 279, ભાવનગર 190, પંચમહાલ 18પ, ગાંધીનગર 166, આણંદ - ગીર સોમનાથ 164, ભરૂચ 150, અમરેલી 139, ખેડા 137, મહેસાણા 133, દાહોદ 132, મહિસાગર 130, કચ્છ 113, સાબરકાંઠા 111, વલસાડ 95, અરવલ્લી-બનાસકાંઠા 92, પાટણ 79, પોરબંદર 67, નવસારી પ6, નર્મદા 49, સુરેન્દ્રનગર 44, છોટા ઉદેપુર 39, મોરબી 28, તાપી 17, દેવભૂમિ દ્વારકા 14, બોટાદ 7, ડાંગ 2.


Related News

Loading...
Advertisement