#RAJKOT : વાવાઝોડાના પગલે ૫૫ જેટલા મહાકાય હોર્ડીંગ બોર્ડ અને ગેન્ટ્રી બોર્ડ ઉતારી લેવાયા

17 May 2021 08:36 PM
Rajkot
  • #RAJKOT : વાવાઝોડાના પગલે ૫૫ જેટલા મહાકાય હોર્ડીંગ બોર્ડ અને ગેન્ટ્રી બોર્ડ ઉતારી લેવાયા

વાવાઝોડાના કારણે કોઈ હોર્ડીંગ બોર્ડ પડવાથી જાનહાનિ કે અન્ય નુકસાન થશે તો જે તે એજન્સી કે ખાનગી મિલકત ધારક વિરૂધ્ધ ધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે : RMC

રાજકોટઃ
સૌરાષ્ટ્રમાં સંભવિત ‘તાઉતે’ વાવાઝોડું ત્રાટકવાનું છે. જેના કારણે તકેદારીના ભાગરૂપે રાજકોટમાં આવેલ મોટા હોર્ડીંગ બોર્ડ પૈકી ૫૫ જેટલા મોટા હોર્ડીંગ બોર્ડ અને ગેન્ટ્રી બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે. જ્યારે વધુ બોર્ડ ઉતારવાની કામગીરી સતત ચાલુ છે.

વિશેષમાં શહેરમાં આવેલ તમામ ખાનગી મિલકત પરના તેમજ ટેન્ડર સાઈટ હોર્ડીંગ બોર્ડ ઉતારી લેવા એડ. એજન્સીઓને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સુચના આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં આવેલી વિવિધ સરકારી એજન્સીઓ જેવી કે રેલવે, એસ.ટી., સિવિલ હોસ્પિટલ, એલ.આઈ.સી. વિગેરેને પણ તેઓના પ્રિમાઈસીસ માટે આવેલા મોટા હોર્ડીંગ બોર્ડ તાત્કાલીક ઉતારી લેવા જાણ કરવામાં આવી છે. હોર્ડીંગ બોર્ડ ઉતારી લેવાની ઉક્ત સુચના અન્વયે સંબંધિતો દ્વારા કાર્યવાહી નહી કરવામાં આવે અને વાવાઝોડાના કારણે કોઈ હોર્ડીંગ બોર્ડ પડવાથી જાનહાનિ કે અન્ય નુકસાન થવા પામશે તો જે તે એજન્સી, ખાનગી મિલકત ધારક વિરૂધ્ધ ધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમ મનપાની યાદીમાં જણાવાયું છે.


Related News

Loading...
Advertisement