Tauktae Live : 'તાઉ-તે'વાવાઝોડુ : દીવથી 70 કિમી દૂર, હોટલોના કાચ તૂટ્યા, શહેરમાં પાવર સપ્લાય બંધ : 17 કિ.મી.ની ઝડપે ગુજરાત તરફ આગળ વધતું વાવાઝોડું, દીવમાં ભારે પવન સાથે વરસાદ : ભયાનક વાતાવરણ

17 May 2021 08:38 PM
Gujarat
  • Tauktae Live : 'તાઉ-તે'વાવાઝોડુ : દીવથી 70 કિમી દૂર, હોટલોના કાચ તૂટ્યા, શહેરમાં પાવર સપ્લાય બંધ : 17 કિ.મી.ની ઝડપે ગુજરાત તરફ આગળ વધતું વાવાઝોડું, દીવમાં ભારે પવન સાથે વરસાદ : ભયાનક વાતાવરણ

દીવમાં તકેદારીના રૂપે પાવર સપ્લાય કટ કરવામાં આવ્યો છે, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ છે : ◾આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન  155 થી 165  કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે.

અમદાવાદ / દીવ :
ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સાંજે 06:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 70 કિ.મી. દૂર સ્થિત છે.

''તાઉ-તે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન  155 થી 165  કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિ.મી./કલાક રહેવાની શકયતા છે.

વેરાવળ-જાફરાબાદ બંદર પર ખુબ જ ભયજનક 10 નંબરનું સિગ્નલ લગાવાયું

દીવ :
દીવમાં ભારે પવન ફૂંકાય રહ્યો છે ત્યારે હોટલોના કાચ તૂટ્યા, તકેદારી રૂપે સમગ્ર શહેરમાં પાવર સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. તંત્ર ની ઓફીસ અને હોસ્પિટલો સિવાય સમગ્ર શહેરમાં હાલ પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે. દીવમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. અનેક વીજપોલ થાંભલા જમીનદોસ્ત થયા, વૃક્ષો ધરાશયી

વાવાઝોડું તાઉતેની અસરના પગલે
સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી ગુજરાતના 52 તાલુકામાં વરસાદ, જ્યારે 10 તાલુકામાં અડધા થી બે ઇંચ સુધી વરસાદ વરસ્યો

જિલ્લો તાલુકો વરસાદ (mm)
વલસાડ ઉમરગામ 45 મીમી
ભાવનગર મહુવા 34 મીમી
અમરેલી રાજુલા 27 મીમી
અમરેલી ખાંભા 27 મીમી
અમરેલી જાફરાબાદ 27 મીમી
ગીર સોમનાથ ઉના 19 મીમી
વલસાડ વલસાડ 17 મીમી

રાજ્યમાં રાહત-બચાવ માટે 44 NDRFની ટીમો તૈનાત
રાજ્યમાં ‘‘તાઉ’તે’’ વાવાઝોડા સંદર્ભે રાહત અને બચાવ કામગીરી માટે સંભવિત અસરગ્રસ્ત 20 જિલ્લાઓમાં NDRFની ૪૪ ટીમો તૈનાત કરી દેવાઇ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર રાજ્યના જે 20 જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરાઇ છે. જેમાં વલસાડ જિલ્લામાં બે, નવસારીમાં એક, સુરતમાં બે, ભરૂચમાં બે, આણંદમાં બે, ખેડામાં એક, અમદાવાદમાં બે, બોટાદમાં એક, ભાવનગરમાં ચાર, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, જૂનાગઢમાં ત્રણ, પોરબંદરમાં ત્રણ, દ્વારકામાં બે, જામનગરમાં બે, રાજકોટમાં બે, મોરબીમાં બે, સુરેન્દ્રનગરમાં બે, કચ્છમાં એક, ગાંધીનગરમાં એક ટીમ મળી કુલ 44 ટીમો તૈનાત કરાઇ છે.


Related News

Loading...
Advertisement